અરવલ્લી જિલ્લામાં રોજગારવાન્છુંઓ માટે રોજગાર સંપર્ક સેતુ નંબર જાહેર કરાયો

0
48અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી
યુવાનો અને રોજગારવાન્છુંઓ ઘરમાં સુરક્ષિત રહીને રોજગાર કચેરીની વિવિધ સેવાઓનો લાભ ઘરે બેઠા મેળવી શકશે

મોડાસા- હાલમાં નોવેલ કોરોના –કોવીડ-૧૯ના સંક્રમણને કારણે રૂબરૂ સેવાઓનો લાભ લેવો કઠીન બની ગયો છે જેથી સરકારશ્રીની વિવિધ સેવાઓના લાભથી કોઈપણ યુવાધન વંચિત ના રહે તે માટે આવા સમયમાં યુવાનો અને રોજગારવાન્છુંઓ ઘરમાં સુરક્ષિત રહીને રોજગાર કચેરીની વિવિધ સેવાઓ ઘરે બેઠા મેળવે તે આશયથી જીલ્લા રોજગાર કચેરી-મોડાસા દ્વારા વિવિધ વિષયો પર ટેલીફોનીક તેમજ ઓનલાઈન વેબિનાર દ્વારા માહિતી આપવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ કે રોજગારવાંછું પોતાની શૈક્ષણિક લાયકાત અનુરૂપ રોજગારમેળાઓ દ્વારા ક્યાં રોજગારી મેળવી શકે તથા રોજગાર કચેરીમાં પોતાની નામ નોંધણી કેવી રીતે કરાવી શકે છે તથા તેમની કારકિર્દીને મુંજવતા પ્રશ્નો , વિદેશમાં અભ્યાસ અને રોજગારીની તકો કે પછી સ્વરોજગાર યોજનાઓની માહિતી મેળવવી હોય જેવી તમામ સેવાઓ અંગેનું માર્ગદર્શન માત્ર એક ફોન કોલ પર કેવી રીતે રોજગાર કચેરીના તજજ્ઞ કેરિયર કાઉન્સેલરો તેમજ ઓવરસીઝ માર્ગદર્શન કેન્દ્ર,અમદાવાદના તજજ્ઞ કાઉન્સેલરશ્રી દ્વારા વિનામુલ્યે મેળવી શકે છે તે અંગેની વ્યવસ્થા રોજગાર કચેરી દ્વારા કરવામાં આવી છે . આ સેવાઓનો લાભ લેવા માંગતા ઉમેદવારો અને વિદ્યાર્થીઓએ નીચે આપેલ ફોન નંબર પર માત્ર એક ફોન કરવાનો રહેશે. તથા રોજગાર કચેરીના ફેસબુક પેઈજ ને લાઈક કરવાનું રહેશે જેથી તમામ વિદ્યાર્થીઓ અને રોજગારવાન્છુઓ નિયમિત રોજગાર સંબંધિત માહિતી મેળવી શકે છે. જે અંતર્ગત રોજગાર સંપર્ક સેતુ નંબર – ૬૩૫૭૩૯૦૩૯૦ અને ફેસબુક પેઈજ – Model Career Center – Modasa જાહેર કરવામાં આવેલ છે. જે એક અખબારી યાદીમાં જણાવાયું છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here