ભારતના 100 પ્રદુષિત શહેરોમાં ગુજરાતના ચાર શહેરો હાઈ-રિસ્ક કેટેગરીમાં

0
34
ભારતના 100 પ્રદુષિત શહેરોમાં ગુજરાતના ચારેય મહાનગર, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટનો સમાવેશ થયો છે. આ સર્વેમાં જગતના કુલ 576 મહાનગરોની તપાસ કરવામાં આવી હતી. આ શહેરોમાં તાપમાન કેટલી ઝડપે વધે છે, શહેરમાં પુરની કેવી સમસ્યા છે.. હવા પ્રદૂષણ કેવું છે વગેરે તપાસ કરાઈ છે.

આ શહેરોને એક્સ્ટ્રીમ, હાઈ, મીડિયમ અને લો એમ ચાર કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા. એટલે કે શહેરો પર ખતરો કેટલી માત્રાનો છે, તેના ચાર લેવલ નક્કી કરાયા હતા. ભારતના મોટા ભાગના મહાનદરો એક્સ્ટ્રીમ રિસ્ક કેટેગરીમાં સ્થાન ધરાવે છે.

વૈશ્વિક એજન્સી વેર્સિક મેપલક્રોફ્ટે સૌથી વધુ પર્યાવરણીય ખતરો ધરાવતા 100 શહેરોનું લિસ્ટ તૈયાર કર્યું છે. 100 પૈકી 99 શહેર એકલા એશિયાના છે. લિસ્ટમાં ભારતના સૌથી વધારે 43 અને ચીનના 37 શહેરો છે. એટલે કે પર્યાવરણીય આફતનો સામનો કરવામાં નબળાં પડે એવા જગતના 100માંથી 80 શહેર તો ભારત અને ચીનમાં જ છે.

આખા જગતના જે 100 જોખમી શહેરો ગણાયા છે, તેમની કુલ વસતી 1.5 અબજ જેટલી છે. 100ના લિસ્ટમાં દિલ્હી બીજા ક્રમનું સૌથી જોખમી શહેર ગણાવાયુ છે. ચેન્નઈ 3જા ક્રમે, આગ્રા 6ઠ્ઠા ક્રમે, જયપુર 22મા ક્રમે, લખનૌ 24મા ક્રમે, બેંગાલુરુ 25મા ક્રમે અને મુંબઈ 27મા ક્રમે છે

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here