નાનારાયપરા ગામમાં દીકરા ને એઠું ભોજન આપવા બાબતે થયેલા ઝગડા માં પતિ એ ઝેરી દવા પી લેતા મોત

0
47નાનારાયપરા ગામમાં દીકરા ને એઠું ભોજન આપવા બાબતે થયેલા ઝગડા માં પતિ એ ઝેરી દવા પી લેતા મોત

રાજપીપળા : જુનેદ ખત્રી

નાંદોદ તાલુકના નનારાયપરા ગામ માં મામુલી બાબતે પતિ પત્ની વચ્ચે થયેલા ઝગડા માં પતિ એ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર સારંગાબેન દિલીપભાઇ વસાવા ની જાહેરાત મુજબ તેમના પતિ દિલીપભાઇ શામળભાઇ વસાવા ઉ.વ .૩૯ રહે.નાના રાયપરા તા.નાંદોદ એ તા .03 જૂન ના બપોરે તેમના દિકરા વિશાલ ને એઠું જમવાનું આપતા પતિ – પત્ની વચ્ચે બોલાચાલી થતા દિલીપભાઈ ને મનમાં લાગી આવતા તેમણે ગામના બસ સ્ટેન્ડમાં જઈને ઝેરી દવા પી જતા સારવાર માટે રાજપીપલા સિવિલ હોસ્પીટલમાં લાવ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા S.S.G હોસ્પીટલ ખાતે રીફર કરતા વડોદરા ત્યાં સારવાર દરમ્યાન રાતના બે વાગે સારવાર દરમ્યાન તેમનું મોત થતા રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here