નર્મદા જિલ્લામાં સોમવારે કોરોનાના ફક્ત બે દર્દી મળ્યા : ૦૩ દર્દીઓ સાજા થતા રજા અપાઈ

0
36નર્મદા જિલ્લામાં સોમવારે કોરોનાના ફક્ત બે દર્દી મળ્યા : ૦૩ દર્દીઓ સાજા થતા રજા અપાઈ

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના એપેડેમિક અધિકારી ડો. આર.એસ કશ્યપના જણાવ્યા મુજબ સોમવારે નર્મદા જિલ્લામાં બે દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં એક દર્દી રાજપીપળા સબજેલ તેમજ એક દર્દી નાંદોદ ના વરખડનો સમાવેશ થાય છે

રાજપીપળા ખાતે કાર્યરત કોવિડ હોસ્પિટલમાં ૦૧ દર્દી દાખલ છે કોવિડ કેર સેન્ટર માં ૦૩ દર્દી દાખલ છે તેમજ જિલ્લામાં ૧૬ દર્દીઓ હોમ આઇસોલેશન માં છે આજે ૦૩ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે આજદિન સુધી ૪૨૦૪ દર્દી નર્મદા જિલ્લામાં સાજા થયા છે જિલ્લાનો કુલ આંક ૪૨૭૭ એ પોહોચ્યો છે આજે વધુ ૧૦૪૬ સેમ્પલ ચકાસણી હેઠળ છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here