મોરબી – માળીયા (મીં) ના નોન પ્લાનના આઠ રસ્તાઓ  રૂ. ૧૨ કરોડના ખર્ચે મંજૂર કરાવતા ધારાસભ્ય

0
69ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પોતાના મત વિસ્તાર મોરબી – માળીયા (મીં) તાલુકાનાં જુદા – જુદા સાત ગામોના જે રસ્તાઓ નોન પ્લાનના હતા તે (૧) વવાણિયા થી વર્ષામેડી રોડ રૂ. ૩ કરોડ ૪૪ લાખના ખર્ચે (૨) મોટા ભેલાથી જશાપર રોડ રૂ. ૨ કરોડ ૭૮ લાખના ખર્ચે (૩) દેવગઢ જાજાસર રોડ થી શક્તિધામ મંદિર સુધીનો રસ્તો રૂ. ૨૬ લાખ ૭૫ હજારના ખર્ચે (૪) માળીયા (મીં) હળવદ સ્ટેટ હાઈવે થી પંચવટી ખીરઈ રોડ રૂ. ૧ કરોડ ૭૨ લાખના ખર્ચે (૫) ચાંચાવદરડા થી માળીયા (મીં) પીપળીયા હજનાળી આમરણ સ્ટેટ હાઈવે રૂ. ૩૮ લાખના ખર્ચે (૬) સરદાર નગર (સરવડ) જોઈનિંગ ટુ પીપળીયા મહેન્દ્રનગર સરવડ રોડ રૂ. ૫૯ લાખ ૫૦ હજારના ખર્ચે આ બધા રોડમાં માટીકામ, મેટલકામ, ડામર કામ, નાળા કામ તથા સી.સી. રોડનું કામ કરવામાં આવશે તેમજ (૭) નઝરબાગ થી બૌદ્ધનગર ફિલ્ટર હાઉસ, ફોરેસ્ટ રેન્જ નર્સરી સુધીનો રસ્તો રૂ. ૯૦ લાખના ખર્ચે માટીકામ, મેટલકામ, ડામરકામ તથા નાળાકામ કરવામાં આવશે. આ બધા રસ્તાઓ અંગે ધારાસભ્યએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સમક્ષ રજૂઆત કરતાં તાકીદે મંજૂર કરવામાં આવ્યા છે.

તે જ રીતે ગાળાથી વાઘપર પીલુડી રોડ હાલ જે ૩.૭૫ મીટરનો છે તે ૭ મીટર પહોળો કરવા માટે રૂ. ૨ કરોડના ખર્ચે રોડ પહોળો કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આમ, ધારાસભ્ય બ્રિજેશ મેરજા જે તે ગામોની વર્ષો જૂની જે માંગણીઓ હતી તે રસ્તાઓના રૂ. ૧૨ કરોડના જોબ નંબર મેળવવામાં સફળ રહ્યા છે. તેમણે અગાઉપણ રૂ. ૫૦ કરોડના ગ્રામ્ય રસ્તાઓ મંજૂર કરાવેલ હતા જે ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે અને ટૂંક સમયમાં તે કામો પણ ચાલુ કરી દેવાશે. આમ, મોરબી – માળીયા (મીં) વિસ્તારના વિકાસ માટે ધારાસભ્ય બ્રિજેશ મેરજા સતત જહેમત ઉઠાવી રહ્યા છે. તેઓ માત્ર કામ સૂચવીને બેસી નથી રહેતા પરંતુ જે તે કામો માટે ક્ષેત્રિય ઈજનેરોથી માંડીને સચિવાલય સુધી સતત ફોલોઅપ કરીને તેમની વહીવટી દક્ષતાનો લાભ પોતાના મત વિસ્તારને આપી રહ્યા છે. આ રૂ. ૧૨ કરોડના નોન પ્લાનના રસ્તાઓ મંજૂર કરવા બદલ તેમણે નાયમ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો ખાસ આભાર પણ માન્યો છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here