સીરામીક ફેકટરીમાં પોલીસનો દરોડો : રાજકીય આગેવાન સહિત જુગાર રમતા અડધો ડઝન ઝડપાયા

0
30“વાંકાનેર મોરબી હાઇવે પર આવેલા વઘાસીયા ગામની સીમમાં નજીક પ્લુટો સીરામીક ફેકટરીમાં બાતમીના આધારે વાંકાનેર પોલીસે દરોડો પાડ્યો”

મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હોવાથી મોડી રાત સુધી રાજકીય ક્ષેત્રે પોલીસ સ્ટેશન ના ફોન મોબાઇલ ગુંજી ઉઠયા હતા!? છતાં ગુનો દાખલ હતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ વ્યાપી ગયો છે. વાંકાનેર સીટી પોલીસની ટીમે ગત મોડી રાત્રીના સમયે દરમિયાન બાતમીના આધારે વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર ના વઘાસિયા ગામની સીમ નજીક આવેલ પ્લુટો સીરામીક ફેકટરીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. પોલીસે આ સીરામીક ફેકટરીમાં જુગાર રમતાં મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોર ચીખલીયા સહિત છ માંધાતાઓને ઝડપી લીધા હતા.

 

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામની સીમમાં આવેલ સીરામીક ફેક્ટરીમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે વાંકાનેર સીટી પીઆઇ એચ.એન. રાઠોડ પીએસઆઇ બી.ડી. જાડેજા, ડિસ્ટાફ સહિત વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે ગત મોડી રાત્રીના સમયે વઘાસીયા ગામની સીમમાં આવેલ પ્લુટો સિરામિકના કારખાનામાં ચાલતા જુગારધામ પર દોરડો પાડ્યો હતો. પોલીસે આ સીરામીક ફેકટરીમાં જુગાર રમતા મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ પ્રેમજીભાઈ ચીખલીયા (રહે. રવાપર રોડ મોરબી), જયદીપભાઇ મનજીભાઈ કાલરીયા (રહે. મહેન્દ્રનગર મોરબી), રાજેશભાઈ કરસનભાઈ આદ્રોજા (રહે. રવાપર રોડ મોરબી), ઉમેશભાઈ ચંદુભાઈ જાકાસણીયા (રહે. પટેલ રેસીડેન્સી મોરબી), રાજેશભાઈ પ્રાગજીભાઈ કાસુન્દ્રા (રહે. રવાપર રોડ મોરબી) અને વિપુલભાઈ જગદીશભાઈ કોરિયા (રહે. અવની ચોકડી મોરબી) ને ઝડપી લીધા હતા.

વાંકાનેર પોલીસે સ્થળ ઉપરથી કુલ રોકડા રૂ.3,50,000 અને મોબાઈલ મળી કુલ રૂ.3,63,000 નો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ પોલીસે આ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ જુગાર રેડ માં મોડી રાતથી સવાર સુધી રાજકીય નેતાઓ દ્વારા ગુનો ન નોંધાય તે માટે ધમપછાડા કરવામાં આવ્યા હતા પરંતુ કાયદો-વ્યવસ્થા નેતાઓ અને પ્રજા માટે એક સરખો હોય તેમ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી જેથી રાજકીય ક્ષેત્રે ભારે ખળભળાટ વ્યાપી ગયો હતોLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here