રાજપીપલા પોલીસ તેમજ LCB એ ડ્રીપ ચોરીના ગુનાના કામે સંડોવાયેલ ચાર આરોપીઓને પાસામાં ધકેલ્યા

0
33રાજપીપલા પોલીસ તેમજ LCB એ ડ્રીપ ચોરીના ગુનાના કામે સંડોવાયેલ ચાર આરોપીઓને પાસામાં ધકેલ્યા

રાજપીપલા : જુનેદ ખત્રી

પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા હિમકર સિંહ પોલીસ અધિક્ષક નર્મદાનાઓના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં અસામાજીક તત્વો વિરૂધ્ધ સખત અટકાયતી પગલા લેવાના સુચના અને માર્ગદર્શન અનુસંધાને પી.આઈ રાજપીપલા દ્વારા રાજપીપલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેતીના કામે વાપરવામાં આવતી ડ્રીપ એરીગેશનની પાઇપ ચોરીના ગુનાના કામે પકડવામાં આવેલ કુલ-૪ આરોપીઓની પ્રવૃતિને ડામવા સારૂ પાસા દરખાસ્ત કરી જીલ્લા મેજીસ્ટ્રેટ, નર્મદાનાઓને મોકલવામાં આવતા જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદાનાઓએ આ ચારેય આરોપીઓની પ્રવૃતિને ડામવા સારૂ પાસા ધારા હેઠળ ડીટેઇન કરવા સારૂ વોરંટ ઇશ્યુ કરતા એ.એમ.પટેલ પી.આઈ એલ.સી.બી. તથા એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોએ આ ગુનાના કામે પાસા મંજુર કરવામાં આવેલ આરોપીઓ પૈકી (૧) યોગેશભાઇ અશોકભાઇ તડવી રહે. લાછરસ તા.નાંદોદ જી.નર્મદાનાને પાસા હેઠળ ડીટેઇન કરી જરૂરી પોલીસ જાપ્તા સાથે કચ્છ-ભુજ જીલ્લા જેલ ખાતે સુપ્રત કરવામાં આવેલ. (૨) મનેષભાઇ રૂસ્તમભાઇ વસાવા રહે. સુર્યપ્લાઝાની સામે, વજનકાટા કમ્પાઉન્ડ, રાજપીપલા મુળ રહે. ઉભારીયા તા.સાગબારા જી.નર્મદાનાને પાસા હેઠળ ડીટેઇન કરી જરૂરી પોલીસ જાપ્તા સાથે ભાવનગર જીલ્લા જેલ ખાતે સુપ્રત કરવામાં આવેલ. (૩) આકાશભાઇ ઉર્ફે અક્કુ દિપીપભાઇ વસાવા રહે. વડીયા નિશાળ ફળીયુ, તા.નાંદોદ જી.નર્મદાનાને પાસા હેઠળ ડીટેઇન કરી જરૂરી પોલીસ જાપ્તા સાથે જુનાગઢ જીલ્લા જેલ ખાતે સુપ્રત કરવામાં આવેલ. (૪) ઉર્વિતભાઇ કાનજીભાઇ વસાવા રહે. અણીજરા તા.નાંદોદ જી.નર્મદાનાને પાસા હેઠળ ડીટેઇન કરી જરૂરી પોલીસ જાપ્તા સાથે પાલનપુર જીલ્લા જેલ ખાતે સુપ્રત કરવામાં આવ્યાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here