સંયુક્ત કિસાન મોર્ચા ખેડૂત આંદોલન દિલ્હી ને ગુજરાત માથી ભારતીય ટ્રાઈબલ કિસાન મજદૂર સંઘ નું સમર્થન

0
37*સંયુક્ત કિસાન મોર્ચા ખેડૂત આંદોલન દિલ્હી ને ગુજરાત માથી ભારતીય ટ્રાઈબલ કિસાન મજદૂર સંઘ નું સમર્થન.*

કેવડિયા કોલોની – અનીશખાન બલુચી

 

 

આજ તા.07/06/2021 ના રોજ ભારતીય ટ્રાઈબલ કિસાન મજદૂર સંઘ ના ગુજરાત અધ્યક્ષ ચૈતરભાઇ વસાવા એ દિલ્હી ના સીધું બોર્ડર ખાતે કૃષિ વિરોધી ત્રણ કાયદા ના વિરોધ મા છેલ્લા 6 મહિના થી ચાલી રહેલા આંદોલન કારીઓ ની મુલાકાત કરી સમર્થન જાહેર કર્યું. સંયુક્ત કિસાન મોર્ચા ના આંદોલન કારીઓ અને આગેવાનો દ્વારા એમનું સ્વાગત કરી એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું. અત્રે નોંધનીય છેકે અગાઉ આંદોલન ની શરૂઆત માં પણ ધારાસભ્ય શ્રી છોટુભાઈ વસાવા એ રાકેશ ટીકૈતજી ના સમર્થન મા આવ્યા હતા. રાકેશ ટીકૈત જ્યારે ગુજરાત પ્રવાસે હતા ત્યારે ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા અને ભારતીય ટ્રાઈબલ કિસાન મજદૂર સંઘ દ્વારા અંકલેશ્વર ખાતે એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આજની બેઠક માં સંયુક્ત કિસાન મોર્ચા અને ફેડરેશન ના આગેવાન હિંમતસિંહ ગુજ્જર, ગુરુબિત સિંહ માનગાડ, સુખજીતસિંહજી, સુરજીતસિંહજી જેવા આગેવાનો સાથે બેઠક યોજી ગુજરાત ના ખેડૂતો ને આ કાળા કાયદા ઓ ની અસરો વિશે વિસ્તૃત ચર્ચા કરવા મા આવી. આવનાર સમયમાં આ ત્રણે કાળા કાયદા ઓ ને રદ કરાવવા માટે ગુજરાત માં ખેડુત આંદોલન ને લયને ચર્ચા કરવા મા આવી..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here