સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા કૉવીડ સેન્ટર ના દાતાઓ મેડિકલ ટીમ તથા કાર્યકરો નું સન્માન

0
36સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા કૃત જ્ઞાતા સમારોહ યોજાયેલ.સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા દેવ કુંવર શૈક્ષણિક સંકુલ ખાતે સર્વ  જ્ઞાતિ કોવીડ આઇસોલેસન  સેન્ટર શરૂ કરાયેલ. તેમાં ટંકારા તાલુકાના તથા બહાર ગામનાંઅનેક દર્દીઓએ સારવાર મેળવેલ. ઓક્સિજનની પણ સુવિધા પૂરી પડાઈ હતી. દર્દીઓને વિનામૂલ્યે સારવાર તથા ભોજન ચા ,નાસ્તો, જ્યુસ  તથા દવાઓ આપવામાં આવેલ. દિવસ રાત મેડીકલ સ્ટાફ તથા સેવાભાવી કાર્યકરો દ્વારા  સારવાર આપવામાં આવેલ. તમામ દર્દીઓ કોરોના સામેની લડાઈમાં વિજેતા થયેલ અને સંચાલકોને આશીર્વાદ આપેલ.સરદાર  લેઉવા  પાટીદાર સમાજ ટંકારા વતી પ્રમુખ અશોકભાઈ પટેલ તથા ભવાનભાઈ ભાગીયા દ્વારા દાતા જગદીશ ભાઈ પનારા નું  સન્માન કરાયેલ. તેમજ કોવીડ આઇસોલેસન સેન્ટર માં સેવા આપનાર દાતાઓ મેડીકલ સ્ટાફ તથા કાર્યકરો નું સન્માન કરાયેલ.

 

આ પ્રસંગે રામજીભાઈ સંઘાત, અશોકભાઈ ચાવડા, રૂપસિંહ ઝાલા , સંજયભાઇ ભાગીયા,ગૌતમભાઈ વામજા ,જગદીશભાઈ પનારા ,હસુભાઈ દુબરીયા વિગેરે આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહેલ.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here