કાલોલ ની બે શાળા માં કેન્દ્રીયકૃત ભરતી અન્વયે સાત શિક્ષણ સહાયકો હાજર થયા

0
36પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓમાં કેન્દ્રીયકૃત ભરતી સમિતિ દ્વારા કરાયેલ ભરતી મુજબના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૨૧૨ જેટલા શિક્ષણ સહાયકો પંચમહાલ જિલ્લામાં નિમણૂક પામેલા હતા જેઓ ને હાજર થવાની તારીખ ૦૭/૦૬/૨૧ થી શરૂ થઈ હતી તે પૈકીના કાલોલની ધી એમ જી એસ હાઈસ્કૂલ ખાતે ચાર શિક્ષણ સહાયક ને હાજર કરવામા આવ્યા હતા જ્યારે સી બી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે નિમણુક પામેલ ચાર પૈકી ના ત્રણ શિક્ષણ સહાયકો હાજર કરવામા આવ્યા હતા એક ઉમેદવાર કોઈપણ પ્રકારની આગોતરી જાણકારી આપ્યા વગર હાજર થવા આવેલ નહી બન્ને સ્કુલો ના સંચાલક મંડળ દ્વારા નવ નિયુક્ત શિક્ષણ સહાયકો ને બુકે આપી શુભેચ્છાઓ સાથે આવકાર્યા હતા અને નવી કારકિર્દી ના પ્રથમ પગથીયે સફળતા મળે તેવી પ્રાર્થના કરી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here