ડાંગ જિલ્લા રજીસ્ટાર કચેરીના ઓડીટરની સ્વીફ્ટ કાર ચિચીનાગાવઠા ગામ નજીક પલટાઈ

0
21ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા રજીસ્ટાર કચેરીના ઓડીટરની સ્વીફ્ટ કાર ચિચીનાગાવઠા ગામ નજીક પલટાઈ ડાંગ:- મદન ડાંગ જિલ્લાનાં વઘઇથી આહવાને સાંકળતા સ્ટેટ ધોરીમાર્ગનાં ચિચીનાગાવઠા ગામ નજીક જિલ્લા રાજીસ્ટાર કચેરી ડાંગનાં ઓડિટરની સ્વીફ્ટ કાર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો…

ઘટના સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ આજરોજ વઘઇ તાલુકાનાં ઝાવડા ગામેથી આહવા ખાતે જિલ્લા રજીસ્ટારની કચેરીમાં જઈ રહેલ ઓડિટરની સ્વીફ્ટ ગાડી.ન.જી.જે.30.એ.0442 જે વઘઇથી આહવાને સાંકળતા સ્ટેટ ધોરીમાર્ગનાં કુડકસ-ચિચીનાગાવઠા ગામ નજીકનાં વળાંકમાં ચાલક દ્વારા સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા આ સ્વીફ્ટ કાર માર્ગની સાઈડનાં ખાડામાં ખાબકી પલ્ટી મારી જતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં સ્વીફ્ટ કારને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ઓડિટર કર્મચારી ચાલકનો ચમત્કારિક બચાવ થતા મોટી દુર્ઘટના ટળી હતી…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here