અરવલ્લી જિલ્લામાં ૧૫ સેન્ટરો પર રસીકરણ કાર્યક્રમ યોજાયો

0
36અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

અરવલ્લી જિલ્લામાં ૧૫ સેન્ટરો પર રસીકરણ કાર્યક્રમ યોજાયો

જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૮ થી ૪૪ વર્ષના ૮,૨૩૯ યુવાનોને રસીકરણ હેઠળ આવરી લેવાયા


વર્તમાન સમયમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. જે અનુસાર ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં કોરોનાનની રસીકરણનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દરેક રાજ્યમાં કોરોનાની રસી સરકાર દ્વારા દરેકને મફતમાં આપવામાં આવે છે. તા.૧લી મે થી ૧૮ થી ૪૪ વય જૂથમાં વેક્સિનેશનનો આરંભ કરાયો છે. જે અંતર્ગત ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાને નિયંત્રણમાં લાવવા વધુમાં વધુ યુવાનો ઝડપથી વેક્સિન લે એવી વ્યવસ્થા કરવા તંત્રને આદેશો કરાયા હતા.જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં પણ ૧૮ થી ૪૪ વર્ષના યુવાનોને કોરોના રસીકરણ હેઠળ આવરી લેવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અરવલ્લીના ૧૫ સેન્ટરો પર યુવાનોને રસી મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ છે. જેમાં અરવલ્લીના કુલ ૫,૧૧,૬૬૫ યુવાનોમાંથી અત્યાર સુધીમાં ૮,૨૩૯ યુવાનોને રસીકરણ હેઠળ આવરી લેવાયા છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here