વાત્સલ્યમ્ સમાચાર ઈફેક્ટ. વેજલપુર ચલાલી તકલાદી રોડનું સમારકામ શરૂ કરવામા આવ્યુ.

0
37પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
તા ૦૫/૦૬ ના રોજ વાત્સલ્યમ્ સમાચાર માં વેજલપુર ચલાલી વચ્ચે ના કરોડોના ખર્ચે તૈયાર થયેલ રોડ ના અંત્યત ખરાબ હાલત અંગે નો અહેવાલ પ્રકાશિત થયા બાદ વહીવટીતંત્ર મળીને નિંદ્રામાંથી જાગ્યું હોય તે રીતે બીજે દિવસે આ વિસ્તારના રોડ ની સાફ સફાઈ શરૂ કરવામાં આવી હતી અને ત્યાં જ ડામર નું લેયર પાથરવાની તજવીજ હાથ ધરી હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે કરોડો રૂપિયાના ખર્ચ સરકાર રોડ રસ્તા માટે ફાળવતી હોય છે પરંતુ સરકારી બાબુ ઓ ની કોન્ટ્રાક્ટર સાથે ની મિલીભગતને કારણે યોગ્ય ગુણવત્તાવાળું કામ થતું નથી અને સરવાળે સામાન્ય જનતાને ભોગવવાનો વારો આવે છે ત્યારે લાખો રૂપિયાની મલાઈ ખાઈ જતા ખાઈ બદેલા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો નો કાન પકડીને તેઓની ભ્રષ્ટાચારી રીતરસમો ને ખુલ્લી પાડવામાં આવશે કે પછી સમારકામ કરવાનો દેખાડો કરી ડામર નું પાતળું લેયર પાથરો અને પોતાના ભ્રષ્ટાચાર ઉપર લીપાપોથી થશે તે જોવું રહ્યું.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here