કાલોલ નજીક ઘોઘંબા તાલુકાના વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો સહિત ૨૫૦ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા.

0
34પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી દિનેશ બારીઆએ થોડા દિવસ પહેલા ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામે સ્થાનિક સમસ્યાઓને જાણવા વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો તથા આજુબાજુના ગામોના સરપંચો, માજી સરપંચો, ડેપ્યુટી સરપંચો તથા અન્ય નાગરિકોની મોટી સંખ્યા સાથે મિટિંગ રાખવામાં આવી હતી.જેમાં સ્થાનિક વિસ્તારની સામૂહિક લાભની સમસ્યાઓ વિશે ઉપસ્થિત સૌ નાગરિકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને આમ આદમી પાર્ટીના કામો અને તેની વિચારધારા વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી.આ મિટિંગ મુલાકાતની ચર્ચાઓ આજુબાજુના વિસ્તારના ગામોના લોકો અને આગેવાનોમાં પહોંચી હતી અને તેનો પ્રભાવ લોકોમાં જોવા મળતા ઘોઘંબા તાલુકાની જીંઝરી જિલ્લા પંચાયત બેઠકના ગામો બાકરોલ, વાંકોડ, વાવ, ઝાબ, સરસવા, નાથપુરા, પોયલી, બાકરોલ અને જીંઝરી માં થી વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, સરપંચ, માજી સરપંચ, ડેપ્યુટી સરપંચ, પંચાયત સભ્યો સહિત ૨૫૦ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
જેમાં, ઘોઘંબા તાલુકા એપીએમસીના પૂર્વ ચેરમેન અર્જુનસિંહ બારીઆ, બાકરોલ ના સરપંચ કલસિગભાઇ ફતુભાઇ રાઠવા, વાવ ગામના માજી સરપંચ પ્રવિણભાઈ મગનભાઈ રાઠવા, બાકરોલ ના ડેપ્યુટી સરપંચ શ્રી ઘમીરભાઇ ઢેડીયાભાઇ રાઠવા, ઘોઘંબા તાલુકા કોંગ્રેસના પૂર્વ ઉપ પ્રમુખ સુભાષભાઈ રમણભાઈ રાઠવા, નાથપુરા ગામના આગેવાન ધીરુભાઈ રાઠવા, જીંઝરી તાલુકા પંચાયત બેઠક પર અપક્ષ તરીકે ચૂંટણી લડેલા રાજકીય આગેવાન અને ભાજપના સક્રિય કાર્યકર ફતેસિંહ ડાભયભાઇ બારીઆ, બાકરોલ ગામના અગ્રણી વલસિગભાઇ જીમાભાઇ રાઠવા, બાકરોલ ના કંચનભાઇ ઉદેસિંહ બારીઆ, કિરીટસિંહ કેશરસિહ બારીઆ, મહેશભાઈ પર્વતસિહ બારીઆ નાથપુરા ગામના સોમાભાઈ મનીયાભાઇ રાઠવા, સરસવા ગામના તેરસિહભાઇ રાઠવા, પોયલી ના જેમતભાઇ રામસિંહભાઇ, વાવ ગામના હસમુખભાઇ વણકર સહિતના આગેવાનો સાથે ત્રણસો લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
આજ રોજ પાર્ટીમાં જોડાવા માટેનું સભ્ય ફોર્મ ભરીને જિલ્લા પ્રમુખ શ્રી દિનેશ બારીઆને પહોંચતા કરવામાં આવ્યા છે. ત્યારે આ સમાચાર થી પંચમહાલ જિલ્લાના વિવિધ રાજકીય પક્ષોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે.પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે. ૧૦૦૦ જેટલા નવ યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયાના સમાચાર જિલ્લા પ્રમુખે મિડિયાને આપતા જણાવ્યું છે કે, આજે શિક્ષિત યુવાનો પાર્ટીમાં જોડાય રહ્યા છે એ અમારા માટે ગૌરવની વાત છે. અને હવે તમામ તાલુકાઓમાંથી વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો અને કાર્યકરો પણ આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે એ પણ વિશેષ ગૌરવની વાત છે. પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી ઘણી મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો પાર્ટીમાં જોડાવા માટે સંપર્કમાં છે તેમ પણ જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું.ઘોઘંબા તાલુકામાંથી આજે પાર્ટીમાં જોડાયેલા તમામ આગેવાનોનું સ્વાગત જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ કરી આવકાર્યા છે.ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર, પ્રસાર અને પ્રભાવ હવે ઘરે ઘરે અને જને જને પહોંચી ગયો છે જેનું પરિણામ આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળશે એમ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here