દાહોદ શહેરના એક યુવકના ATM ખાતામાંથી કુલ રૃપિયા ૮૫ હજાર ઉપાડી લેતાં ચકચાર મચી જવા પામી છે

0
31રિપોર્ટર. અજય.સાંસી

દાહોદ શહેરના યાદગાર ચોકના એ.ટી.એમ ખાતે તથા રેલવે સ્ટેશન રોડના એ.ટી.એમ ખાતેથી કોઈ અજાણ્યા ચોર ઇસમે પોતાનો કસબ અજમાવી એક યુવકના ખાતામાંથી કુલ રૃપિયા ૮૫ હજાર ઉપાડી લેતાં ચકચાર મચી જવા પામી છે.

મૂળ ઝાલોદ તાલુકાના થીરીયા ગામે રહેતો અને હાલ દાહોદ શહેરના પોલીસ લાઈન વિસ્તાર ખાતે રહેતો 18 વર્ષીય રાજકુમાર મલસિંગભાઈ સંગાડાના એટીએમ કાર્ડ મારફતે કોઈ અજાણ્યા ઇસમે પોતાનો કસબ અજમાવી દાહોદ શહેરના યાદગાર ATM તથા રેલવે સ્ટેશન રોડ ખાતેના ATM માંથી કુલ રૂપિયા 85000 પડી લઈ છળ, કપટ તેમજ વિશ્વાસઘાત થાય કરતા આ સંબંધે રાજકુમાર સંગાડાએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here