ગોધરા SOG પોલીસે જીઓ ટાવર કંપનીમાં યુવાનોને નોકરીની લાલચ આપીને ઠગાઈ કરનાર યુવકને ઝડપી પાડ્યો.

0
39પંચમહાલ.

રિપોર્ટર. કાદિરદાઢી

પંચમહાલ એસઓજી પોલીસે રીલાયન્સ જીઓ ટાવર કંપનીમાં રોજગારી આપવાના બહાને આ ખોટી જાહેરાત પત્રિકાઓ છપાવીને પંચમહાલ દાહોદ જિલ્લામાં જાહેર સ્થળો હોટલો પર યુવાનોને નોકરી આપવાની લાલચ આપી ઓનલાઈન પૈસા પોતાના એકાઉન્ટમાં નખાવનારા ઉત્તરપ્રદેશના ઈસમને પંચમહાલ એસઓજી પોલીસે 26,340 રૂ. મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પંચમહાલ જિલ્લા એસઓજી પોલીસને બાતમી મળી હતી કે એક હિન્દીભાષી ઉત્તર પ્રદેશ બાજુનો વ્યક્તિ ન્યૂઝપેપરમાં પત્રિકા બ્લેક એન્ડ વાઈટ હિન્દી ભાષામાં પ્રિન્ટ કરેલી વાયરલ કરીને જરૂરિયાત મંદ લોકો યુવાનોને પોતાના અભ્યાસ મુજબ પગાર મળશે તેવી હિન્દી ભાષામાં પત્રિકા છપાવીને જીઓ ફોર જી રિલાયન્સ ટાવર કંપનીમાં તાત્કાલિક છોકરાને છોકરીઓ નોકરી આપવામાં આવશે તેવી જાહેરાત પત્રિકા ગોધરામાં વાયરલ કરી હતી તેમની એક પત્રિકા હાથે લાગતા તેમાં લખેલ મોબાઇલ નંબરના આધારે ટેકનિકલ સર્વેલસના આધારે ગોધરા બસ સ્ટેશનની આસપાસ હોવાનો ધ્યાનમાં આવતા એસ.ઓ.જી.ના માણસો લાલબાગ બસ સ્ટેન્ડની અંદરના ભાગે વોચ ગોઠવતા ઠગ અંશુ કુમાર તિવારીને પકડી લીધો હતો આ ઇસમના હાથમાં પ્લાસ્ટિકની થેલીમાં કાગળની પત્રિકાઓ, મોબાઇલ, રોકડ રકમ સહિતનો મૂદામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here