સરકારી હોસ્પિટલનો સ્ટાફ હડતાળ પર ઉતરશે

0
63રાજ્યમાં ફરી એક વખત સરકારી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ હડતાળનું શસ્ત્ર ઉગામવાની તૈયારી કરી છે..અને 14 જૂનથી સરકારી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ હડતાળ શરૂ કરવા જઈ રહ્યો છે.

ગત 25 તારીખે સરકારે બેઠક કરી હતી. પણ હજુ સુધી એક પણ માંગણીને લઈને લેખિતમાં નિર્ણય ન થતા આખરે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોનો નર્સિંગ સ્ટાફ 14મીથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરશે.

ગાંધીનગર ખાતે યુનાઈટેડ નર્સિંગ ફોરમની બેઠક યોજાઈ હતી.જેમા સરકાર સામે ફરી એકવાર આંદોલન શરૂ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. રાજ્યની તમામ સરકારી હોસ્પિટલનો ૧૮ હજારથી વધુ નર્સ અને નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતરશે

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here