જૂનાગઢ પોલીસ દ્વારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ

0
36
સીસીટીવી કેમેરાથી ૨૦,૦૦૦/- રૂ. ની કિંમતનો ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી કાઢેલ….!!!નરેશભાઇ વલ્લભભાઇ વાઘેલા શાકભાજીની લારી ચલાવી પોતાનુ અને પોતાના પરીવારનુ ગુજરાન ચલાવે છે. તા. ૦૫/૦૬/૨૦૨૧ના રોજ કોલેજ રોડ ખાતે પોતાની લારી સામે કોઇ મહિલા વાહન ચાલક વાહન ચલાવતા પડી ગયેલ હોય અને તેને મદદ કરવા સારૂ નરેશભાઇ ગયેલ અને મદદ કરતા સમયે નરેશભાઈના ખીસ્સામાંથી SAMSUNG કંપનીનો A7 મોબાઇલ ફોન પડી ગયેલ, જેની કી. રૂ. ૨૦,૦૦૦/- હોય. તેમણે ઉક્ત મોબાઇલ ફોન પોતાની પરસેવાની કમાણીથી પાઇપાઇ ભેગી કરી ખરીદેલ હોય, જે ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય, તે અને તેમનો પરીવાર વ્યથિત થઈ ગયેલ હતો. નરેશભાઇ દ્રારા આ બાબતની જાણ સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતેના પી.આઇ. જે.જે.ગઢવીને કરતા તેઓ દ્રારા જીલ્લાના કમાન્ડ & કંટ્રોલ સેન્ટરના (નેત્રમ શાખા) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ શાખા) અને સી ડીવીઝન પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

 

 

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે.

 

 

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જે.જે.ગઢવી પો.કો. ચેતનસિંહ સોલંકી, કરણસીંહ ઝણકાત, અમરાભાઇ ભીંટ  તેમજ જીલ્લાના કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ શાખા) ખાતેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ,  પો.કો. રવીરાજ સિંહ વાઘેલા, ચેતન ભાઇ સોલંકી, રામસીંહભાઇ ડોડીયા  સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી, વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ઇન્સ્ટોલ કરવામાં આવેલ નરેશભાઇ વાઘેલા જે સ્થળે પોતાની શાકભાજીની લારી રાખી અને ઉભેલ તે સ્થળના CCTV ફૂટેજ ચેક કરતા CCTV CAMERA માં એક અજાણ્યો વ્યક્તિ મોબાઇલ લેતો હોવાનુ દેખાયેલ, અને તે વ્યક્તિ દ્રારા આજુ બાજુ નજર કરી કોઇ જોતુ ના હોય તેમ પોતાના ખીસ્સામાં નાખી દીધેલ

જે વ્યક્તિ દ્રારા મોબાઇલ ફોન ઉઠાવવામાં આવેલ તે વ્યક્તિ ચાલીને આવેલ હોવાનુ CCTV CAMERA માં ધ્યાને આવેલ. ચેતનસિંહ સોલંકી, કરણસીંહ ઝણકાત દ્રારા ઉક્ત મોબાઇલ ફોન લેનાર વ્યક્તિ રાજેશ માવજીભાઇ વાઢેર રહે. ઇવનગર અને કોલેજ રોડ ઉપર ઓટો ગેરેજ ચલાવતા હોવાનુ શોધી કાઢવામાં આવેલ હતુ. રાજેશને પોલીસની ભાષામાં પૂછ પરછ કરતા તેમને ઉક્ત મોબાઇલ આસ પાસ કોઇ હોય નહી જેથી પોતે લઇ લીધેલ હોવાનુ જણાવેલ. આજના યુગમાં માણસો પ્રામાણિકતા દાખવી, અન્ય વ્યક્તિનો મળેલો સામાન પરત આપે છે, તેવા સમયે રાજેશ માવજી વાઢેરની દાનત બાબતે જૂનાગઢ પોલીસ દ્વારા ઠપકો પણ આપેલ હતો. જૂનાગઢ પોલીસ દ્વારા નરેશભાઇ વલ્લભભાઇ વાઘેલાનો SAMSUNG કંપનીનો A7 મોબાઇલ ફોન કે જેની કી. રૂ. ૨૦,૦૦૦/- હતો તે મોબાઇલ ફોન સહી સલામત પરત કરેલ હતુ. જૂનાગઢ પોલીસ દ્વારા પોતાનો  SAMSUNG કંપનીનો A7 મોબાઇલ સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને રાજદીપસીંહ અશોકસીંહ ચુડાસમાંએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ શાખા) અને સી ડીવીઝન પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા ગણત્રીના કલાકોમાં નરેશભાઇ વલ્લભભાઇ વાઘેલાનો ૨૦,૦૦૦/- રૂ. ની કીમતનો ગુમ થયેલ મોબાઈલ ફોન સહી સલામત પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે.

તસ્વીર – અહેવાલ – દિપક રાજા – માણાવદર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here