કેવડિયા : મજૂરો મીક્ષર સાફ કરી રહ્યા હતા ત્યારે સ્વિચ ચાલુ કરી દેતા બે મજૂરોના કમકમાટીભર્યા મોત

0
25
કેવડિયા : મજૂરો મીક્ષર સાફ કરી રહ્યા હતા ત્યારે સ્વિચ ચાલુ કરી દેતા બે મજૂરોના કમકમાટીભર્યા મોત : પાંચ વિરુદ્ધ ગુનો દાખલ

મોટી કંપનીઓ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કર્મચારીઓ ની સેફટી નું ધ્યાન આપતા ન હોવાનો આક્ષેપ

રાજપીપળા : જુનેદ ખત્રી

કેવડિયા ખાતે એક ખાનગી એન્જીનીયરીંગ કંપની માં કન્સ્ટ્રક્શન ના કામ માં સેફટી સાધનો વિના કામ કરતા બે મજૂરોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે

પ્રાપ્ત માહિતી મુજબ કેવડિયામાં અમદાવાદની ખાનગી એન્જીનીયરીંગ કંપનીનું મીક્ષર મશીન મજૂરો સાફ કરી રહ્યા હતા દરમિયાન અન્ય કર્મચારીઓથી એ મશીન ચાલુ કરી દેતા બે મજૂરોનું કપાઈ જવાથી મૃત્યુ થયું છે.કેવડિયા પોલીસે આ ઘટના મામલે એન્જીનીયરીંગ કંપનીના જ પાંચ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયામાં એસ.આર.પી રાજીવ વન વસાહતની સામે અને ભુમલિયા શોપિંગ સેન્ટર પાસે યશનંદ એન્જીનીયરીંગ એન્ડ કોંટ્રાક્ટ પ્રાઇવેટ લીમીટેડ કેવડીયા કોલોની ખાતે જી.એસ.સી.બી (ગુજરાત સ્ટેટ કોર્પોરેશન બેન્ક) સાત માળ ના ગેસ્ટહાઉસ નું કામ કરી રહી છે સાંજના સમયે કામકાજ બંધ થતા સેફટીના સાધનોનું ધ્યાન ન આપી રીનેશભાઇ ભુરીયા તેમજ રાકેશભાઇ સીંગાડીયાને મીક્ષર પ્લાન્ટ સફાઇનું કામ સોંપાયું હતું.આ મજૂરો મીક્ષર પ્લાન્ટ સફાઇનું કામ કરતા હોવા છતાં યશનંદ એન્જીનીયરીંગ એન્ડ કોંટ્રાક્ટ પ્રાઇવેટ લીમીટેડના કર્મી દીપેશભાઇ કાનાબાર મશીનની સ્વિચ ઓન કરી દીધી હતી.જેથી મીક્ષર પ્લાન્ટ ચાલુ થઈ જવાથી બન્નેવ મજૂરોનો મશીનમાં કુચો બોલી ગયો હતો.આ ઘટનામાં બન્નેવ મજૂરોના કરુણ મોત નિપજ્યા હતા.

કેવડિયા પોલીસે આ ઘટના સંદર્ભે યશનંદ એન્જીનીયરીંગ એન્ડ કોંટ્રાક્ટ પ્રાઇવેટ લીમીટેડના ૧.દીપેશભાઇ કાનાબાર ૨. વીજયભાઇ ઉપાધ્યાય ૩. સંજયભાઇ વિકલા સોનકર ૪. હીમેશભાઇ પટેલ ૫. સમીરભાઇ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here