પંચમહાલના ગોધરા ખાતે ૫ ઓગસ્ટથી ૨૨ ઓગસ્ટ ૨૦૨૧ સુધી લશ્કરી ભરતીમેળો યોજાશે

0
29અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી

મોડાસા-આગામી તારીખ ૫ ઓગસ્ટથી ૨૨ ઓગસ્ટ ૨૦૨૧ દરમિયાન આર્મી રીક્રુટીંગ કચેરી, અમદાવાદ દ્વારા કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ગોધરા પંચમહાલ ખાતે લશ્કરી ભરતીમેળો યોજાનાર છે.
આ ભરતીમેળામાં માત્ર પુરૂષ ઉમેદવારો ભારતીય સેનાની વેબસાઇટ www.joinindianarmy.nic.in પર ઓનલાઇન અરજી કરીને ભાગ લઇ શકશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન તા: ૦૬જૂન ૨૦૨૧ થી શરૂ થયેલ છે. જે ૨૦ જુલાઈ ૨૦૨૧ સુધી ચાલુ રહેશે.
જે અનુસાર ઉમેદવાર પાસે મોબાઇલ નંબર અને ઇ-મેલ એડ્રેસ હોવું જરૂરી છે. ૧૭ ૧/૨ થી ૨૩ વર્ષની ઉંમર ધરાવતા અને એસ.એસ.સી કે તેથી વધુ અભ્યાસ ધરાવતા યુવકોને આ ભરતીમેળામાં ભાગ લેવા માટે જરૂરી ડોમીસાઇલ પ્રમાણપત્ર, જાતિનો દાખલો, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, કલર પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ વગેરે તૈયાર રાખી ઉપર જણાવેલ તા.૦૬ જૂન ૨૦૨૧ થી ૨૦ જુલાઈ ૨૦૨૧ દરમ્યાન ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવે છે.
ઓનલાઇન અરજી સંબંધે ઉમેદવારને જો કોઇ મુશ્કેલી હોય તો આ કચેરીનો ૦૨૭૭૪-૨૫૦૧૯૮ પર ટેલીફોનિક અથવા રૂબરૂ સંપર્ક કરવા જણાવવામાં આવે છે. એમ એક અખબારી યાદીમાં જણાવાયું છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here