નર્મદા LCB ને મળી સફળતા : નર્મદા જી.પં. ઉપ્રમુખ ની ગાડીમાંથી થયેલ ૩ લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો

0
37
નર્મદા LCB ને મળી સફળતા : નર્મદા જી.પં. ઉપ્રમુખ ની ગાડીમાંથી થયેલ ૩ લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો

ગુજરાત, મહારાષ્ટ્રમાં આતંક મચાવનાર ખિસ્સા કાતરું ગેંગ ઝડપાઈ

ચોરી કરવા અંકલેશ્વરમાં મકાન ભાડે રાખ્યું હતું, નર્મદા LCB એ 60,500 રૂપિયા કર્યા રિકવર

રાજપીપળા: જુનેદ ખત્રી

નર્મદા જિલ્લા LCB પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.ગુજરાતના અલગ અલગ જિલ્લાના રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશનો પર આતંક મચાવનાર ખિસ્સા કાતરું ગેંગને ઝડપી પાડી છે.ગેંગના સભ્યોએ નર્મદા જિલ્લામાં ગાડીના કાચ તોડી લાખો રૂપિયાની ચોરી કરી હોવાનું પણ કબુલ્યું છે.નર્મદા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ કિરણ વસાવાની ગાડીનો કાચ તોડી 3 લાખ રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટનાની તપાસ દરમિયાન પોલીસે એ ગેંગને ઝડપી પાડી છે.આ સાથે નર્મદા જિ.પં ઉપપ્રમુખ કિરણ વસાવાની ગાડી માંથી 3 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો છે.

રાજપીપળામા નર્મદા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ કિરણ વસાવાની સ્કોર્પિયો ગાડી નંબર GJ 22 H 1190 નો કાચ તોડી 3 લાખ રૂપિયાની ચોરી થઈ હોવાનો બનાવ બન્યો હતો.તો એ દિશામાં નર્મદા LCB એ તપાસ હાથ ધરી હતી.નર્મદા LCB પી.આઈ એ.એમ.પટેલ સહિતની ટીમ 20 થી વધારે CCTV ફૂટેજ ચેક કરતા કરતા અંકલેશ્વર સુધી પહોંચી ગઈ હતી.અંકલેશ્વરમાં તપાસ દરમિયાન ત્યાંના લોકલ બાતમીદાર પાસે CCTV ફૂટેજ વેરીફાય કરાવતા ચોરીના આરોપીઓ મીરા નગરમાં હોવાનું જાણવા મળ્યું હતું. બાદ અંકલેશ્વરના મીરાનગર માંથી નર્મદા LCB એ (1)સંજય રાજુ નાયડુ (રહે.શિવાજી કોલોની, કલ્યાણ, મુંબઈ), (2) અરવિંદ સીંદિલ નાયડુ (બાકીપાડા, નંદુરબાર, મહારાષ્ટ્ર) અને સૂર્યપ્રકાશ રમેશ નાયડુને (રહે.બાકીપાડા, નવાપુરા નંદુરબાર , મહારાષ્ટ્ર) ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી.દરમિયાન એ ત્રણેવ લોકોએ રાજપીપળામાં ગાડીનો કાચ તોડી 3 લાખની ચોરી કરી હોવાનો ગુનો કબુલ્યો હતો.

તો બીજી બાજુ આ ગુનામાં એમને સાથ આપનારા મૂળ બાકીપાડા નવાપુરા મહારાષ્ટ્રના અને અંકલેશ્વર મીરા નગર રહેતા 1.રમેશ મણી નાયડુ 2.આકાશ રાજુ નાયડુ 3. વિક્રમ મારમુથ્થુ નાયડુ તથા 4. રમેશ નાયડુ ફરાર થઈ ગયા હતા.નર્મદા LCB એ પકડાયેલા ગેંગના સભ્યોની વધુ પૂછતાછ હાથ ધરતા એમણે 8/02/2021 ના રોજ રાજપીપળામાં કોન્ટ્રાકટરની ક્રેટા કારનો કાચ તોડી 1.90 લાખ રૂપિયા તથા 30/01/2020 ના રોજ એક વેપારીના ટેમ્પા માંથી 28,000 રોકડા રૂપિયાની ચોરી કરી હોવાનું પણ કબુલ્યું હતું.

નર્મદા LCB પી.આઈ. એ.એમ.પટેલે જણાવ્યું હતું કે આ આખી ગેંગના સભ્યો અંકલેશ્વરમાં એક મકાન ભાડે રાખી આસપાસના વિસ્તારોમાં ચોરી કરવાનું કામ કરતા હતા.અમે પકડાયેલા આરોપીઓ પાસેથી 60,500 રૂપિયાની રિકવરી કરી છે બાકીના પૈસા ફરાર થઇ ગયેલા આરોપીઓ પાસે હોવાનું અનુમાન છે.એમને પકડ્યા બાદ બીજા બાકીના રૂપિયા ક્યાં છે એની તપાસ કરવામાં આવશે.અમારી તપાસમાં આ લોકોએ સુરત, વડોદરા, આણંદ, મુંબઈ, અંકલેશ્વર, ભરૂચ, ઉજ્જૈન અને સતના વિસ્તારમાં આવતા બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશનો પર પિક પોકેટિંગ અને ચિલ ઝડપના સંખ્યાબંધ ગુનાઓ કર્યા હોવાનું પણ કબુલ્યું છે.ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પિક પોકેટિંગ અને ચિલ ઝડપ કરનાર ગેંગને ઝડપી પડાતા નર્મદા પોલિસને એક મોટી સફળતા મળી છે.હવે અલગ અલગ જિલ્લાની પોલીસ એમને તપાસ માટે લઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here