ગોધરા પંચમહાલ જિલ્લા ખાતે લશ્કરી ભરતીમેળોનું આયોજન

0
26તારીખ ૦૫ ઓગષ્ટ થી ૨૨ ઓગષ્ટ ૨૦૨૧ દરમિયાન આર્મી રીક્રુટીંગ કચેરી, અમદાવાદ દ્વારા કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ગોધરા પંચમહાલ ખાતે લશ્કરી ભરતીમેળો યોજાનાર છે. આ ભારતી મેળામાં માત્ર પુરૂષ ઉમેદવારો ભારતીય સેનાની વેબસાઈટ www.joinindianarmy.nic.inપર ઓનલાઈન અરજી કરીને ભાગ લઈ શકશે.

ઓનલાઈન રજીસ્ટ્રેશન તા.૦૬/૦૬/૨૦૨૧ થી શરૂ થયેલ છે જે ૨૦/૦૭/૨૦૨૧ સુધી ચાલુ રહેશે. આ માટે ઉમેદવાર પાસે મોબાઈલ નંબર અને ઈ-મેલ એડ્રેસ હોવું જરૂરી છે. ૧૭ વર્ષ ૬ માસ થી ૨૩ વર્ષની ઉંમર ધરાવતા અને એસ.એસ.સી કે તેથી વધુ અભ્યાસ ધરાવતા યુવકોને આ ભરતીમેળામાં ભાગ લેવા માટે જરૂરી ડોમીસાઈલ પ્રમાણપત્ર, જાતિનો દાખલો,શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, કલર પાસપોર્ટ સાઈઝના ફોટાગ્રાફ વગેરે તૈયાર રાખી અરજી કરવાની રહેશે

www.joinindianarmy.nic.in વેબસાઇટ પર તા.૦૬/૦૬/૨૦૨૧ થી ૨૦/૦૭/૨૦૨૧ દરમ્યાન ઓનલાઈન અરજી કરવા જણાવવામાં આવે છે. ઓનલાઈન અરજી સંબંધે ઉમેદવારને જો કોઈ મુશ્કેલી હોય તો કચેરીનો ૦૨૭૬૨-૨૨૧૪૬૨ પર ટેલીફોનિક અથવા રૂબરૂ સંપર્ક કરવા જણાવવામાં આવે છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here