રિપેરિંગ માટે બંધ કરાયેલા રાજપીપળા થી રામગઢ ને જોડતા પુલ પર બાઇકો ની અવર જવર જોખમી

0
49રિપેરિંગ માટે બંધ કરાયેલા રાજપીપળા થી રામગઢ ને જોડતા પુલ પર બાઇકો ની અવર જવર જોખમી

બાઈક સવાર પુલ ના જોઈન્ટ ના ખાડા માં ભયંકર રીતે પટકાતા ગંભીર

રોજિંદા અકસ્માત થવા છતાં તંત્ર બિન્દાસ, અધખુલ્લો બંધ રખાયેલો પુલ સદંતર બંધ કરાય તે જરૂરી

રાજપીપળા : જુનેદ ખત્રી

રાજપીપળા કરજણ નદીના ઓવરા ઉપર બનેલા રામગઢ જતા પુલ માં થોડા સમય પહેલા તિરાડો પડતા એક તરફનો પીલ્લર બેસી ગયો હોવાની બુમ ઉઠી હતી ત્યારબાદ તંત્ર સજાગ થયું અને તેના રિપેરિંગ માટે કામ શરૂ કર્યું જેમાં પુલની બંને તરફ અધખૂલી જાળીઓ લગાવી વાહનોની અવર જવર બંધ કરવા પ્રયાસ કર્યો પરંતુ શોર્ટકટ અપનાવવા લોકો જાડી હટાવી પુલ ઉપર થી બાઇકો લઈ પસાર થતા રવિવારે રાત્રે એક બાઈક ચાલક પુલ પરથી પુરપાટ જતી વેળા જોઈન્ટ રિપેરિંગ માત્ર પુલ પર ખોદાયેલા ખાડા માં પટકાતા તેને ગંભીર ઇજાઓ થતા લોકટોળા એકઠા થયા બાદ તેને 108 દ્વારા સારવાર અર્થે ખસેડાયો હતો ત્યારે ત્યાં હાજર લોકોના જણાવ્યા મુજબ પટકાયેલો આ વ્યક્તિ મરતા બચ્યો હતો,તો શું તંત્ર કોઈનો ભોગ લેવાયા બાદ પુલ ને યોગ્ય રીતે બંધ કરશે..? પુલ નું કામ સંપૂર્ણ પૂરું ન થાય ત્યાં સુધો બંને બાજુ યોગ્ય અવરોધ લગાવવામાં આવે તે જરૂરી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here