વેજલપુર ખુલ્લા મેદાનમાં પોલીસ નો દરોડા: જુગાર રમતા ૧૧ પૈકી ચાર ઝડપાયા સાત જુગારીઓ ફરાર

0
34પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
વેજલપુર પોલીસ સબ ઇન્સ્પેકટર આર.ડી.ચૌધરી ને મળેલી ચોક્કસ બાતમીના આધારે સોમવારે કાલોલ તાલુકાના વેજલપુર રીઝવવાના મસ્જીદ પાસે આવેલા ખુલ્લા મેદાનમાં કેટલાક ઇસમો ભેગા મળીને જાહેરમાં પાના પતાથી પૈસા વડે હારજીતનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે બાતમીના સ્થળે ગોળ કુંડાળું કરી જુગાર રમતા ઇસમોને પોલીસને આવેલી જોતા નાસભાગ મચી હતી જોકે પોલીસે પીછો કરી ચાર જુગારીઓને ઝડપી પાડયા હતા.ચાર ઈસમોની અંગ જડતી માં રૂ.૧૨૧૦/અને દાવ ઉપરના ૧૨૩૦/ અને મોબાઈલ ૫૦૦/તથા મોટરસાયકલ ૨૦,૦૦૦/રૂ.મળી કુલ રૂ,૨૨,૯૪૦/સહિત જુગાર ના પાનના પત્તા કબજે કરી નાસી છુટેલા અન્ય સાત ઇસમોની પૂછપરછ કરી હતી જે અંતર્ગત પોલીસે ઝડપાયેલા ચાર જુગારીઓની અટકાયત કરી ૧૧ ઈસમો સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી ફરાર જુગારીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here