કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા બાળ સુરક્ષા સમિતીની બેઠક મળી.

0
29પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
મિટિંગ ની શરૂઆતમાં સમિતીના સભ્ય સચિવ અને તાલુકા વિકાસ અધિકારીશ્રીએ સમિતિના નવા અધ્યક્ષ અને પ્રમુખ તાલુકા પંચાયત કચેરી કાલોલ જયદેવસિંહ ઠાકોર નો પરિચય સભ્યશ્રીઓ સાથે કરાવ્યો. અધ્યક્ષ એ બાળ સુરક્ષા બાબતે સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ સૌ સાથે મળીને કામગીરી કરીએ અને સમયસર લાભાર્થીઓને લાભ પ્રાપ્ત થાય તેવા આયોજન ઉપર ભાર મૂક્યો. સભ્ય સચિવ અને તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા પ્રતિનિધિ દ્વારા કોરોના સમયમાં જે બાળકોનાં માતા પિતા અવસાન પામ્યા છે તેવાં બાળકો માટે સરકાર દ્વારા થયેલ આયોજનની જાણકારી આપી ચર્ચા કરવામાં આવી. ઉપરાંત સભ્ય રાજેન્દ્ર ભાઈ જોષી દ્વારા બાળ સુરક્ષા બાબતની રજુઆત અંગે ચર્ચા કરવામાં આવી હતી અને અધ્યક્ષ એ સમિતીને લગતા સરકારશ્રીના ઠરાવો માટે જિલ્લા પ્રતિનિધિ નું ધ્યાન દોર્યું હતું.મિટિંગના અંતે સભ્ય સચિવ અને કાલોલ તાલુકા વિકાસ અધિકારી સેજલબેન સંગાડા એ મિટિંગમાં હાજર રહેલ સૌનો આભાર વ્યકત કર્યો હતો.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here