ચીનની વુહાન લેબમાંથી જ કોરોના લીક થયો હોવાની પૂરી શક્યતા : અમેરિકન રિપોર્ટ

0
66કોરોના વાયરસની ઉત્પત્તિ ક્યાંથી થઈ? આ જાણવા માટે કરવામાં આવેલું અમેરિકન અધ્યયન પુરુ થઈ ગયુ છે. અમેરિકન ગવર્મેન્ટ નેશનલ લેબોરેટરીના રિપોર્ટમાં આ તારણ નિકળ્યુ છે કે શક્ય છે કે ચીનની વુહાન લેબમાંથી કોરોના વાયરસ લીક થયો અને તેની તપાસ આગળ પણ ચાલુ રહેવી જોઈએ. વોલ સ્ટ્રીટ જર્નલે સોમવારે આ અધ્યયન સાથે જોડાયેલા લોકોના હવાલાથી આ રિપોર્ટ પ્રકાશિક કર્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ અધ્યયન મે 2020માં કેલિફોનિયા સ્થિત લોરેન્સ લિવરમોરે નેશનલ લેબોરેટરી દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો અને ટ્રમ્પ પ્રશાસને અંતિમ મહિના દરમિયાન કોરોના વાયરસની ઉત્પત્તિની તપાસ દરમિયાન વિદેશ વિભાગ દ્વારા સંદર્ભિત કરવામાં આવ્યો હતો.  જર્નલે કહ્યું કે લોરેન્સ લિવરમોરેનુ આ અનુમાન કોરોના વાયરસના જીનોમિક વિશ્લેષણ પર આધારિત છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here