ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મંત્રી તરીકે માણાવદરના હુસેનભાઈ દલની વરણીને સર્વત્ર આવકાર

0
36




માણાવદર મુસ્લીમ સમાજના પ્રમુખ અને જુનાગઢ જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ પ્રમુખ હુસેનભાઈ દલ ની ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પ્રદેશ મંત્રી તરીકે નિમણુંક થયેલ છે. જેને સર્વત્ર આવકાર મળેલ છે.

આ નિમણુંક માટે હુસેનભાઈ દલ એ પ્રદેશ ભાજપ પ્રમુખ માન. સી. આર. પાટીલ સાહેબ, પ્રદેશ ભાજપ મહામંત્રી (સંગઠન) માન. ભીખુભાઈ દલસાણીયા સાહેબ પ્રદેશ લઘુમતી મોરચાના પ્રમુખ માન. ડૉ. મોહસીનભાઈ લોખંડવાલા સાહેબ, જુનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ માન. કિરીટભાઈ પટેલ સાહેબ, ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી માન. જવાહરભાઈ ચાવડા સાહેબ,રાષ્ટ્રીય ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી માન. સુફી સંત મહેબુબ અલી બાવા સાહેબ, જુનાગઢ જીલ્લા ભાજપ, માણાવદર તાલુકા ભાજપ, માણાવદર શહેર ભાજપ સહીતના ભાજપ મોવડી મંડળ નો આભાર માન્યો હતો.

હુસેનભાઈ દલ ની પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મંત્રી તરીકે થયેલી નિમણુંકને જુનાગઢ જીલ્લા ભાજપ પરિવાર, જીલ્લા લઘુમતી મોરચા પરિવાર, માણાવદર શહેર ભાજપ પરિવાર, માણાવદર સમસ્ત મુસ્લીમ સમાજ, જુનાગઢ જીલ્લા સંધી મુસ્લીમ સમાજ તથા બહોળા મિત્ર વર્તુળે હર્ષભેર આવકારી છે અને હુસેનભાઈ દલ ને સર્વત્રથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે એવું માણાવદર તાલુકા મુસ્લીમ સમાજના જનરલ સેક્રેટરી અનુભાઈ બેલીમ ની યાદીમાં જણાવાયું છે.

 

તસ્વીર – અહેવાલ – દિપક રાજા – માણાવદર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here