વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખ ચેતવણી આપી

0
84કોરોનાની બીજી લહેરના પ્રકોપનો સામનો કર્યા બાદ ભારતના કેટલાંક હિસ્સાઓમાં અનલોકની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. અનલોક સાથે કેન્દ્ર તથા રાજ્ય સરકારો સંપૂર્ણ રીતે સાવચેતી રાખી રહી છે. પરંતુ ભારતમાં લોકડાઉન પ્રતિબંધ ડટાવવાની લઇને વિશ્વ આરોગ્ય સંગઠનના (WHO) પ્રમુખ ટેડ્રોસ અધાનોમ ગેબ્રયાસસે ચેતવણી આપી છે.

તેમના અનુસાર, બીજી લહેરની ગંભીરતાને જોતા ઉતાવળમાં લોકડાઉન પ્રતિબંધ હટાવવા ખતરનાક સાબિત થઇ શકે છે. ટેડ્રોસ અનુસાર, ડેલ્ટા વેરિએન્ટ સહિત અન્ય ચિંતાજનક વેરિએન્ટના વધતા કેસ ફરીથી સ્થિતિ બેકાબૂ બનાવી શકે છે. તેથી લોકડાઉનમાં ઢીલ આપતા ઘણી સાવચેતી રાખવાની જરૂર છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, જે લોકોને હજુ સુધી વેક્સિન લગાવવામાં આવી નથી, તેમના માટે કોરોના પ્રતિબંધોમાં એકદમ ઢીલ આપવી વિનાશકારી બની શકે છે.

ગત મહિને WHOએ કોરોના ડેલ્ટા સ્ટ્રેનને વેરિએન્ટ ઓફ કંસર્ન (VOC) ઘોષિત કર્યો હતો. આ વેરિએન્ટ ભારતમાં સૌથી પહેલા જોવા મળ્યો હતો. પરંતુ WHO ચીફ અનુસાર હવે ચિંતાની કોઇ વાત નથી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here