કિશોરી સાથે અડપલાં કરનાર ભાજપના પાટિલ સામે ગુનો નોંધાયો

0
177







સુરતના ઉધના વિસ્તારમાં ગાંધી કુટીર સોસાયટી ખાતે રહેતા યુવકે 15 વર્ષની કિશોરી સાથે છેડતી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વિશાલ ઉર્ફે ભૂષણ પાટિલ દ્વારા કિશોરીની છેડતી કરવામાં આવી હતી.

ટેરેસ પર એકલતાનો લાભ લઈને કિશોરી સાથે અડપલાં કરાયાં હતાં. છેડતીના ચોથા દિવસે પોલીસે પોક્સો સહિતની કલમ લગાવી ગુનો દાખલ કર્યો છે. છેડતીનો આરોપી વિશાલ ભાજપનો કાર્યકર હોવાની સાથે નેતાઓ સાથે હોવાના ફોટા સામે આવ્યાં છે.

ભોગ બનનાર કિશોરી સગીર હોવાથી ઉધના પોલીસ સ્ટેશનમાં વિશાલ ઉર્ફે ભૂષણ સામે પોક્સો એક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વિશાલ ભૂષણ પાટીલ ગાંધી કુટીર સોસાયટીમાં રહે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વિશાલ પાટીલ ભાજપનો સક્રિય કાર્યકર્તા હોવાનું પણ બહાર આવ્યું છે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here