સુરત જિલ્લાનો યુવાન ડાંગમાં આવી ઝેરી દવા ગટગટાવી મોંતને વ્હાલ કર્યું

0
31ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં બારીપાડા ગામ પાસે મહુવરીયા સુરતનાં યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલુ કરતા સાપુતારા પોલીસની ટીમે તપાસ હાથ ધરી…..

<span;>પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જીગરકુમાર સુરેશભાઈ ચૌધરી. ઉ.28 મહુવરીયા દીપાફળીયુ તા.મહુવા જી.ગ્રામ્ય સુરતનાઓ પોતાની મોટરસાયકલ.ન.જી.જે.19.એ.સી.5928 લઈ ઘરેથી ગામમાં સોડા પીવા જતો હોવાનું કહી નીકળ્યો હતો.આ યુવાન ગામમાં સોડા પીવા જવાની જગ્યાએ મોટરસાયકલ ઉપર સવાર થઈ  વઘઇથી સાપુતારા થઈ બારીપાડા ગામે પોહચી ગયો હતો.આ યુવાને માર્ગમાં પોતાની મોટરસાયકલ ઉભી રાખી અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી.જે માર્ગમાં સવારથી પડી રહેલ ઇસમ અંગેની જાણ 108 એમ્બ્યુલન્સને કરાતા આ યુવાનને તાત્કાલિક સારવારનાં અર્થે શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવામાં આવ્યો હતો.પરંતુ આ યુવાનનાં શરીરમાં ઝેરી દવા પ્રસરી જતા અને વધુ સમય વીતી જતા શામગહાન સી.એચ.સીમાં સારવાર દરમ્યાન પોતાનો અંતિમ શ્વાસ લઈ મોતને ભેટ્યો હતો.હાલમાં સાપુતારા પોલીસની ટીમે મૃતક યુવાનનાં પિતાની ફરીયાદનાં આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here