નર્મદા : વાહન માટે મનપસંદ નંબર મેળવવા ઓનલાઈન અરજી કરો : ૧૫ જુન થી શરૂ

0
33
નર્મદા : વાહન માટે મનપસંદ નંબર મેળવવા ઓનલાઈન અરજી કરો : ૧૫ જુન થી શરૂ

નવી સીરિઝના ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે ઇચ્છુક વાહન માલિકોએ તા. ૧૮ મી જૂન સુધીમાં ઓનલાઇન એપ્લીકેશન  કરવાની રહેશે

રાજપીપલા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, ટુ-વ્હીલર, ફોર-વ્હીલર (નોન ટ્રાન્સપોર્ટ), વાહનોને લગતી હાલની સીરિઝનું રી-ઓક્શન  ટુ-વ્હીલર જી.જે.૨૨.એન.(N),ફોર-વ્હીલર જી.જે.૨૨.એચ (H).નું  રી-ઓકશન તા.૧૫-૦૬-૨૦૨૧ થી શરૂ કરવામાં આવનાર હોઈ ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરી online  http://parivahan.gov.in/fancy પર online રજીસ્ટ્રેશન કરી રી-ઓકશનમાં ભાગ લઈ શકશે.

અરજદારોએ નીચે દર્શાવેલ પ્રક્રિયા તેમજ સૂચના મુજબ કામગીરી કરવાની રહેશે. જેમાં અરજદારે parivahan.gov.in વેબસાઇટ પર જવુ. વેબસાઇટ માં દર્શાવેલા ઓનલાઇન સર્વિસ  પર ક્લિક કરવું. ત્યારબાદ fancy number booking પર ક્લિક કરવું. જેમાં પબ્લિક યુઝર પસંદ કરી આઈ.ડી. બનાવવું. આઈ.ડી.બનાવ્યા બાદ સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરવું. પસંદગીનો નંબર સિલેક્ટ કરી દર્શાવેલી ઓછાંમાં ઓછી ફી ભરવી. ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ એટલેકે હરાજીમાં ભાગ લેવો. હરાજીમાં નંબર મેળવ્યા બાદ ‘’ ૫’’ દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવી. હરાજીની રકમ  ભર્યા બાદ આર.ટી.ઓ કચેરીએથી એપ્રૂઅલ લઈ નંબર મેળવવો. વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે. ટુ-વ્હીલર સીરિઝ GJ-22-N નું ઓનલાઈન રી-ઓકશન થશે.

તેવી જ રીતે,  ફોર-વ્હીલર સીરિઝ GJ-22-H નું ઓનલાઈન રી-ઓકશન થશે. નવી સીરિઝ ના ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે  તા.૧૫-૦૬-૨૦૨૧ થી ૧૮-૦૬-૨૦૨૧ સુધી ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા ૧૯-૦૬-૨૦૨૧ થી ૨૦-૦૬-૨૦૨૧ ના સાંજના ૦૬:૧૦ કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ  થયા બાદ તા ૨૧-૦૬-૨૦૨૧ ના રોજ કચેરીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે. વાહનનું રજીસ્ટ્રેશન કરાવેલુ હોવું જરૂરી છે. તેમજ વાહન વેચાણ તારીખથી ૭ દિવસની અંદર સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરેલ હોવું ફરજિયાત છે.સમય મર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહી તેમ, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી રાજપીપલા- જિ. નર્મદા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here