ઘરફોડની ચોરી કરનાર શખ્સને ઝડપી પાડતી બી, ડિવિઝન પોલીસ.

0
27રમેશ મહેશ્વરી દ્વારા

ભુજ કચ્છ :- ભુજ શહેર બી.ડીવીજન પોસ્ટેના પો.ઇન્સ, આર.ડી.ગોજીયા,ઓના માર્ગદર્શન હેઠળ ભુજશહેર બીડીવીઝન પોલીસસ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં-૯૯૯/ર૧ આઇ.પી.સી.ક.૩૮૦,૪૫૪,૪૫૭ મુજબ નો ગુન્હો તા,૧૩/૦૫/૨૦૨૧ ના ક.૧૪:૩૦ વાગ્યે જાહેર થયેલ જે ગુના કામે રામનગઞરીમા ફરીયાદીના મકાનનુ તાડુ તોડી રોકડ રૂપીયા ૭૦,૭૦૦/- તથા સોનાની બુટી નંગ-ર જેની કિ.રૂ.૨૫.૦૦૦/- તેમજ મોબાઈલ નંગ-૪ કિ.રૂ.૮૦૦/- તેમજ કપડા એમ કુલ્લે ૯૬,૫૦૦/– તા.૦૬/૦૫/૨૦૨૧ ક.૧૪/૩૦ થી ૦૮/૦૫/૦૨૧ ના ક.૦૯/૦૦ વાગ્યાના અરસામા કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોઈ જે કામે અલગ-અલગ ટીમો બનાવી તેમજ હ્યુમન રીસોર્સીસ તેમજ ટેકનીકલ સર્વેલન્સ નો ઉપયોગ કરી સદરહુ વણશોધાયેલ ગુન્હો ત્વરીત શોધી કાઢવા સારુ સર્વેલન્સસ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાન પો.કોન્સ રાજેન્દ્રસિંહ રાઠોડ તથા પો.કોન્સ નવિનભાઈ જોષી નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે ચોરીમાં ગયેલ મુદામાલ રામનગરીમા રહેતો યોગેશ ઉર્ફે જગો શામજી જોગી વાળાના મકાનમા રાખેલ જેથી પો.સબ.ઈન્સ વી.આર.ઉલવા તથા પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમી વાળી જગ્યાએ રહેણાક મકાનમા જઈ જોતા ત્યા એક ઈસમ હાજર હોઈ જેનુ નામ-ઠામ પુછતા યોગેશ ઉર્ફે જગો શામજી જોગી રહે. સદર મકાનવાળો હોવાનુ જણાવેલ જેને સાથે રાખી મકાનની ઝડતી કરતા તેના રહેણાક મકાનમાથી ઉપરોક્ત ગુનાનો ચોરીનો મુદ્દામાલ મળી આવેલ અને ઉપરોક્ત ગુનાની ચોરી કર્યાની કબુલાત આપેલ અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે મજકુર ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. જેથી મજકુરને નામદાર કોર્ટની ગાઇડલાઇન મુજબ કોવિડ- ૧૯ નો રીપોર્ટ નેગેટીવ આવતા મજકુરને તા,૦૭/૦૬/૨૦૨૧,ના ૯:૪૫ વાગ્યે અટક કરી નામદાર કોર્ટ મા રજુ કરી તા- ૧૦/૦૬/૦૨૧ સુધીના રીમાઈન્ડ મળેલ છે .તથા મુદામાલ રીકવર કરવા સારૂ તપાસ તજવીજ ચાલુમાં છે અને આ કામેની આગળની તપાસ પો.સબ.ઇન્સ.વી.આર.ઉલવા નાઓ ચલાવી રહેલ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here