ધો.10ના પરિણામ માટે ઉત્તરવહીઓ બતાવવામાંથી મુક્તિ

0
37ધો.10ના પરિણામ માટે માર્કસ ગણતરીની કામગીરી સ્કૂલોને સોંપાયા બાદ ગેરરીતિ રોકવા બોર્ડે તમામ ડીઈઓને સ્કૂલોમાં ટીમો મોકલી વેરિફિકેશનની જે કામગીરી સોંપી છે તેમાં ઉત્તરવહીઓ સાથેનો રેકોર્ડ ચેકિંગ કરવાના આદેશ મુદ્દે વિરોધ થતા હવે બોર્ડે સુધારો કર્યો છે અને હવે માત્ર પરિણામો જ ચેક કરાશે.

ગુજરાત શિક્ષણ બોર્ડે અગાઉ તમામ ડીઈઓને પરિપત્ર કરીને ટીમો તૈયાર કરી સ્કૂલોમાં ધો.9 અને 11 તેમજ ધો.10 અને 12ના સામાયિક કસોટી તથા પ્રથમ સત્ર  અને એકમ કસોટીના માર્કસ સાથે ઉત્તરવહીઓનું ચેકિંગ કરવાનો પણ આદેશ કર્યો હતો જેના લીધે સંચાલકોએ વિરોધ કર્યો હતો કે કોરોનામાં ઉત્તરવહીઓ અને વિદ્યાર્થીઓની નોટબુકો સચવાઈ નથી.

બોર્ડે આજે નવો પરિપત્ર કરી હવે ડીઈઓને માત્ર ધો.9 થી12ના સ્કૂલે તૈયાર કરેલા પરિણામ-માર્કશીટો જ ચેક કરવા આદેશ કર્યો છે.ઉપરાંત ડીઈઓને પોતાની રીતે અનુકુળતાએ વેરિફિકેશન કરવાનો સમય આપ્યો છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here