હાલોલ: ધોરણ-10માં નાપાસ વિદ્યાર્થીનીને 11મા ધોરણમાં એડમીશન આપી દેવાયૂ.!!!! હવે બાવાના બેવ બગડ્યા જેવી હાલત

0
81પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

હાલોલ શહેરના જીઆઈડીસી માં આવેલ સરકાર સંચાલિત મોડલ સ્કૂલના સંચાલકોની ઘોર બેદરકારી સામે આવેલ હતી. જ્યારે સ્કૂલના કર્મચારીઓના બિન જવાબદાર વલણને પગલે વિધ્યાર્થીની ના બે વર્ષ વેડફાઈ ગયા હતા.
હાલોલ તાલુકાના પાવાગઢ ગામે રહેતી એક રાઠવા પરિવારની વિધ્યાર્થીની ને બે વર્ષ પૂર્વે હાલોલ જીઆઈડીસીમાં આવેલ મોડલ સ્કુલ ખાતે ધોરણ ૧૧ માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેથી વિધાર્થીની એ ધોરણ ૧૧ ની વાર્ષિક પરીક્ષા આપ્યા બાદ પાસ થતાં તેને શાળામાં જ ધોરણ ૧૨ માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે કોવિડને પગલે વિધ્યાર્થીનીએ ધોરણ ૧૨ નો ઓનલાઈન અભ્યાસ કર્યા બાદ ધોરણ ૧૨ ની વાર્ષિક પરીક્ષા આપવા માટે ની ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવા માટે જ્યારે વિધ્યાર્થીની શાળાએ પહોંચી ત્યારે શાળાના શિક્ષકે એવો ઘટસ્ફોટ કર્યો હતો. કે વિધાર્થીની ધોરણ ૧૦ માં નપાસ થયેલ હોવાથી તે ધોરણ ૧૨ ની વાર્ષિક પરીક્ષા આપી શકશે નહી. જેથી વિધાર્થીની હેબતાઈ ગઈ હતી. ને સમગ્ર મામલો બહાર આવ્યો હતો. શાળા સંચાલકોની બેદરકારીને પગલે તેમની દિકરીના ભણતરના બે વર્ષ વેડફાઈ ગયા હોવાનો આક્ષેપ તેના વાલી દ્વારા કરવામાં આવ્યા હતા, તેમજ વિધ્યાર્થીની પાવાગઢ ખાતે રહેતી હોવાથી પોતાના ઘેરથી ખાનગી વાહનોમાં બેસીને શાળાએ અભ્યાસ અર્થે આવજા કરતી હતી, તો તે દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બનત તો તેનું જવાબદાર કોણ રેત, તેવા પ્રશ્નો સાથે વાલીએ શાળા ના બેજવાબદાર સંચાલકો સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ વાલી દ્વારા પોતાની દિકરીના અભ્યાસના બે વર્ષ બગડ્યા હોવાથી, શાળાના જવાબદાર અધિકારીઓ પાસેથી રીફંડની પણ માંગણી કરવામાં આવેલ હોવાનું જાણવા મળેળ હતું. જ્યારે ધોરણ ૧૦ માં નપાસ થયેલ વિધ્યાર્થીને ધોરણ ૧૧ માં પ્રવેશ આપી ધોરણ ૧૧ પાસ કર્યાનું પ્રમાણપત્ર આપીને ધોરણ ૧૨ માં પ્રવેશ આપી દેવામાં આવ્યા બાદ આખું વર્ષ ઓનલાઈન અભ્યાસ કર્યા બાદ જ્યારે વાર્ષિક પરીક્ષાનું ફોર્મ ભરવાનું થયું. ત્યારે તે ધોરણ ૧૦ માં નપાસ થયેલ હોવાનું જણાવતું શાળાનું વહિવટીતંત્ર બે વર્ષ સુધી શું કરતું હતું? વિદ્યાર્થિનીના ધો ૧૦ ની માર્કશીટ નું બે વર્ષ દરમિયાન ક્યારે વેરિફિકેશન કરવામાં આવ્યું ન હતું તેવા પ્રશ્નો ઉદ્ભવ્યા હતા. તેમજ ઉપરોક્ત બનાવ પરથી શું શાળામાં પાછલાં બે વર્ષ દરમિયાન કોઈ પ્રકારનું વેરીફીકેશન જે તે વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું નહી હોય ? તેવા પ્રશ્નો પણ ઉદ્ભવ્યા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here