જેતપુરમાં બાઈક ધીમું ચલાવવાનુ કહેતાં બે શખ્સોનો ઘરે પહોંચી હિંચકારો હુમલો વોકિંગમાં જઈ રહેલી બે મહિલાની બાજુમાં બાઈક સ્પિડમાં ચલાવતાં ઠપકો આપ્યો હતો: કાર લઈ ઘરે આવી ધોકા વડે માર માર્યો

0
37જેતપુરમાં બાઈક ધીમું ચલાવવાનુ કહેતાં બે શખ્સોનો ઘરે પહોંચી હિંચકારો હુમલો
વોકિંગમાં જઈ રહેલી બે મહિલાની બાજુમાં બાઈક સ્પિડમાં ચલાવતાં ઠપકો આપ્યો હતો: કાર લઈ ઘરે આવી ધોકા વડે માર માર્યો
જેતપુર:- જેતપુરનાં શિવકૃપાનગરમાં બે મહિલાઓ સાજનાં વોકિંગમાં નીકળી હતી. ત્યારે તેની બાજુમાંથી સ્પિડમાં બાઈક ચલાવનાર શખ્સને ઠપકો આપતાં આ શખ્સે અન્યે એક સાથે મળી આ મહિલાનાં ઘરે પહોંચી તેનાં પતિ સહિત બે પર ધોકા વડે હુમલો કર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
હુમલાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ જેતપુરનાં જૂનાગઢ રોડ પર શિવકૃપાનગર-૧માં રહેતાં ગૌતમ ભાનુભાઈ ગોહેલ (ઉ.વ.૩૨) નામનાં યુવાને જેતપુર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે શિવકૃપાનગરમાં જ રહેતાં યુવરાજ હરેશભાઈ બસીયા અને અજીત કાઠીનાં નામ આપ્યાં છે. ફરીયાદમાં જણાવ્યાં મુજબ સાજનાં ફરીયાદી ગૌતમભાઈની પત્ની અને તેની બહેન વોકિંગમાં નીકળ્યાં હતાં દરમ્યાન યુવરાજ તેમની પાસેથી સ્પીડમાં બાઈક લઈને નીકળતાં તેને બાઈક ધીમું ચલાવવા માટે કહ્યું હતું જેથી તે ઉશ્કેરાઈ ગયો હતો. બાદમાં તે અજીત કાઠી સાથે મળી સફેદ કલરની એસેન્ટ કાર નં.જી.જે.૩ બી.એ.૪૦૮૧માં ફરીયાદીનાં ઘર પાસે આવી અજીત કાઠીએ ધોકા વડે ફરીયાદીને માર માર્યો હતો તેમજ યુવરાજે ફરીયાદીનાં પરિચિત પ્રફુલભાઈને પેટમાં પાટુ માયુ હતું તથા બંન્ને ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here