જેતપુરના પટેલનગર વિસ્તારમાં માર્ગો ઉપર ગટરના વહેતા પાણીથી લોકો હેરાન પરેશાન

0
33જેતપુરના પટેલનગર વિસ્તારમાં માર્ગો ઉપર ગટરના વહેતા પાણીથી લોકો હેરાન પરેશાન

જેતપુરના પટેલ નગરના રહીશોએ આપ્યું આવેદન વારંવાર રજુઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ નથી હલતું રોગચાળાની દહેશત


જેતપુર નવાગઢમાં કચરા ઢગલા, ગંદકી અને ગટરના વહેતા પાણીથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. આ મામલે સ્થાનિક લોકોએ સફાઈ કરી ગંદકી દૂર કરવા માગ કરી છે. જેતપુર નવાગઢ શહેરના પટેલ નગર વિસ્તારમાં કચરાના ઢગલા થઈ ગયા છે. તેમજ ગટરનું પાણી રોડ ઉપર ફરી વળ્યું છે.આ વિસ્તારમાં કચરા, ગંદકીથી રોગચાળો ફેલાવાની સંભાવના વ્યકત થઇ રહી છે.
ત્યારે આ વિસ્તારમાં પણ સફાઈ કરવામાં આવે તેવી લોકોમાંથી માગ ઉઠી રહી છે. સમગ્ર દેશમાં સરકાર દ્વારા એક તરફ સ્વચ્છતા અભિયાન અને સફાઈની વાતો કરવામાં આવે છે ત્યારે બીજી બાજુ જેતપુરના વિસ્તારો સહિત રહેણાંક વિસ્તારોમાં જવાબદાર તંત્ર દ્વારા નિયમિત કે યોગ્ય રીતે સફાઈ હાથ ધરવામાં ન આવતા રોગચાળો ફેલાવાની સંભાવના સેવાય રહી છે.

આ અંગે સ્થાનિક રહીશોના દ્વારા જેતપુર નવાગઢ નગરપાલિકા એ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા સ્થાનિક રહીશોનું કહેવું છે કે વોર્ડ નં.૧૦ વિસ્તારમાં આવેલ પટેલનગર વિસ્તારમાં જવાબદાર તંત્ર દ્વારા નિયમિત સફાઈ હાથ ધરવામાં આવતી નથી તેમજ ખાનગી પ્લોટોમાં પણ ઠેરઠેર કચરા અને ગંદકીના ઢગ જોવા મળી રહ્યાં છે અને ગટરોનું પાણી ભરાઈ રહ્યું છે સ્થાનિકોનું કહેવું છે કે આ તંત્રની બેદરકારી અને અણઆવડત તેમજ સફાઈના અભાવે રોગચાળો ફયેલવાની સંભાવના સેવાઈ રહી છે ત્યારે આરોગ્ય તંત્ર સફાળું જાગે તેવી સ્થાનિક રહીશોની માગ ઉઠી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here