જેતપુરના સાડી ઉદ્યોગનો ઝેરી કેમિકલ કચરાનાને પાઈપલાઈન મારફતે પોરબંદરના નવી બંદર નજીક દરિયામાં ઠાલવવાની યોજના અનેક રીતે વિનાશકારક છે. ?

0
26
જેતપુરમાંથી જે કેમિકલ યુક્ત જે પાણી નિકળે છે. તેના કારણે જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જુનાગઢના ગ્રામ્ય વિસ્તારો સુધીની ખેતીને ચોપટ કરી નાખી છે. અગાઉ એક યોજના બની હતી કે આ કેમિકલ યુક્ત પાણીનું જેતપુરમાં જ શુદ્ધીકરણ કરીને તે પાણીને ખેતી કામ અથવા ઉદ્યોગોને આપવામાં આવે. પરંતુ રાજ્ય સરકારે ટૂંકી દ્રષ્ટિ વાપરીને રોજનું ૮૦ કરોડ લિટર કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરવા જેતપુરથી નવી બંદર સુધી ૧૦૫ કી.મી લાંબી પાઈપલાઈન નાખવાની યોજનાને મંજુરી આપી છે. ૮૦ કરોડ લિટર પાણી એટલે એક આખા ભાદર નદીના પ્રવાહ જેટલુ પાણી રોજ દરિયામાં ઠલવાશે. પરિણામે જે રીતે જેતપુર, ધોરાજીની ખેતી બરબાદ થઈ તે જ માણવાદર, પોરબંદરના ગામડાઓની ખેતીનો વિનાશ કરશે. તેમજ કેમિકલ યુક્ત પાણી દરિયામાં જશે એટલે દરિયાઈ જીવસુષ્ટિનો નાશ થશે. રત્નસાગર સમાન દરિયો ઝેરી સાગર બની જશે.

આ પાઈપલાઈનથી સૌથી મોટુ નુકશાન માછીમાર ભાઈઓને થશે. દક્ષિણ ગુજરાત અને ભાવનગરના દરિયામાં કેમિકલ જવાથી માછીમારી શક્ય બનતી નથી. તે જ રીતે પોરબંદર, વેરાવળ અને કચ્છ સુધીના દરિયામાં આજ પરિસ્થિતી સર્જાશે. આ દરિયાનું પાણી જમીનમાં જવાથી દરિયાકાંઠાના વિસ્તારમાં ખેતી અને પશુપક્ષીઓનો નાશ થશે અને દરિયાકાંઠાના લોકોને રહેવુ પણ વિકટ બની જશે.

પોરબંદર, ગીર-સોમનાથ, જામનગર, દ્વારકા સહિતના જિલ્લાના લોકોને મારી વિનંતી છે કે આ પાઈપલાઈન યોજના સામે એક જુટ બની અવાજ ઉઠાવે. આ વિસ્તારના માછીમારો, વેપારીઓ, ખેડુતો, વિદ્યાર્થીઓ, પર્યાવરણ પ્રેમીઓ અને સમજદાર લોકોએ સાથે મળીને એક જનઆંદોલન ઉભુ કરવુ પડશે. તો જ આ વિનાશને અટકાવી શકાશે. રાજનિતી અને પક્ષા-પક્ષી એકબાજુ મુકીને એકજુટ થઈને લડવુ પડશે.

આ જનઆંદોલનની આગેવાની લેવાની મારી પુરી તૈયારી છે. તેવુ અર્જુન ભાઈ મોઢવાડીયાએ એ સોશ્યલ મિડિયા મા જણાવેલ છે તેની આઇ.ડી પર આપણે સાથે મળીને આંદોલન કરીશું, સરકારને રજુઆત કરીશું, જરૂર પડે કાનુનો માર્ગ પણ અપનાવીશું પણ કોઈ સંજોગોમાં આપણે આપણી ભાવી પેઢી માટે વેરાન પ્રદેશ મુકીને નથી જવુ.

જેતપુરનો સાડી ઉદ્યોગ આપણૂં ગૌરવ છે, તેને નુકશાન કરવાનો કોઈ ઈરાદો નથી. સાડી ઉદ્યોગને વિકસાવવો પણ આપણી ફરજ છે. આ માટે આ કેમિકલ યુક્ત પાણીને ત્યાં શુદ્ધ કરવાનો પ્લાન્ટ નાખવો જરૂરી છે. રૂ. ૮૦૦ કરોડનો ખર્ચ પાઈપલાઈન માટે થઈ શકતો હોય તો પછી આટલા ખર્ચમાં પાણી શુદ્ધ કરવાનો પ્લાન્ટ બની શકે છે. તેમાંથી પાણીની સમસ્યા પણ દુર થઈ શકે તેમ છે.

આપણે કોઈપણ રીતે આ પાઈપલાઈન યોજનાને અટકાવી પાણી શુદ્ધીનો પ્લાન્ટ બને એવો આપણો પ્રયત્ન છે. કારાખાનાઓ ધમધમે અને તેનાથી રોજગારી મળે તેમાં આપણો સહકાર છે. પરંતુ હજાર કારખાનાઓને બચાવવા માટે આખા વિસ્તારને કોઈપણ સંજોગોમાં વેરાન બનવા નહીં દેવાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here