નર્સિંગમા સતત બીજા વર્ષે માસ પ્રમોશન

0
35ધો.૧૦ અને ૧૨માં તેમજ યુજીમાં પહેલા-બીજા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરાયા બાદ હવે આઈટીઆઈ અને નર્સિંગમાં પણ પરીક્ષાઓ રદ કરાઈ છે. સરકારે આજે આઈટીઆઈના તમામ અને નર્સિંગના છેલ્લા સિવાયના અન્ય વર્ષોના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામા મળેલી કોર કમિટીની બેઠકમાં આજે વધુ બે અભ્યાસ ક્રમોમાં પરીક્ષાઓ રદ કરી માસ પ્રમોશનનો નિર્ણય લેવાયો છે.જે મુજબ કોરોનાને લીધે રાજ્યમા આવેલી આઈટીઆઈ એટલે કે ઈન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઈન્સ્ટિટયુટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ વર્ષ પુરતુ માસ પ્રમોશન અપાશે.તેઓની કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામા નહી આવે..

આ ઉપરાંત ધો.૧૨ પછીના નર્સિંગના અભ્યાસક્રમોમાં માત્ર છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવાશે જ્યારે ચાર વર્ષના ડિગ્રી કોર્સીસમાં પહેલાથીત્રીજા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા નહી લેવાય અને તેઓને મેરિટ બેઝ પ્રમોશન આપવામા આવશે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here