કાલોલ આવેલી આશિયાના સોસાયટી પાસે વારંવાર ઉભરાતી ગટરના ગંદા પાણી રોડ ઉપર.

0
31પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
કાલોલ નગરપાલિકા વોર્ડ નંબર પાંચ માં જુના સરકારી ગોડાઉન સામે આવેલી આશિયાના સોસાયટી પાસે સફાઇ ના અભાવે વારંવાર ઉભરાતી ગટરોના કારણે જતા સ્થાનિકો ને અવરજવર માં ભારે પરેશાની થઈ રહી છે ઉભરાતી ગટરોના કારણે ગંદુ પાણી રોડ ઉપર સરિયામ વહે છે અને રોગચાળો ફેલાવવાની પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે આ વિસ્તારમા આવેલ એક મસ્જીદ મા જતા શ્રદ્ધાળુઓ ને પણ નાછૂટકે ગંદકીમાં થઈ ને પસાર થવાની ફરજ પડે છે.સ્થાનિક પાલીકાના સભ્યોને વારંવાર રજૂઆત છતાં કોઈ સભ્ય આ વિસ્તારમાં નિયમિત રીતે સાફ સફાઇ પ્રત્યે ધ્યાન આપતા નથી સ્થાનિક નાગરિકો દ્વારા સ્થાનિક પાલીકાના સભ્યો આ ખદબદતી ગંદકી ની સમસ્યાઓ ઉપર ધ્યાન આપીને તાત્કાલિક રીતે ગંદકી દૂર કરવા અને આ વિસ્તારની નિયમિત રીતે સાફ સફાઈ થાય મચ્છર જન્ય રોગો ની દવાનું છંટકાવ થાય અને હાલમાં ચાલતી કોરોના જેવી મહામારી દરમિયાન સફાઈ કર્મચારીઓ દ્વારા સફાઈ થાય તેવી લોકમાંગ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here