સયાજી ટ્રેનને ૧૦મીથી સ્ટોપેજ મળતા બીલીમોરાના મુસાફરોમાં આનંદ છવાયો

0
36કોરોના કાળ માં બંધ ટ્રેન વ્યવહાર ને લોકોની સુવિધા માટે ધીમે ધીમે ટ્રેન વ્યવહાર શરૂ કરાઈ રહ્યો છે હવે unlock ની પ્રક્રિયા ધીમે ધીમે ચાલુ કરવામાં આવી રહી છે તેવા સમયે દક્ષિણ ગુજરાતના મહત્વના સ્ટેશન એવા બીલીમોરાને મુખ્ય ટ્રેનનું સ્ટોપેજ અપાયું ન હતું હવે 10મી જૂન થી બીલીમોરા થી અન્ય શહેરોમાં રોજગારી અર્થે મુસાફરી કરતા લોકોની સુવિધા માટે સયાજીનગરી એક્સપ્રેસ શરૂ કરવામાં આવી રહી છે ટ્રેનો બંધ રહેવાને કારણે પોતાની આજીવિકા રોજગાર માટે અન્ય શહેરોમાં જઈ પોતાના પરિવારનું પોષણ કરે છે તેવા નોકરિયાત વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બીજા શહેરોમાં આવન-જાવન માટે બીલીમોરા અને આસપાસના ગામોના અંદાજે 10 હજારથી વધુ નોકરિયાતોને વાપી વલસાડ નવસારી સુરત ભરૂચ અંકલેશ્વર બરોડા આવવા જવા માટે ટ્રેન એકમાત્ર વિકલ્પ છે ત્યારે હવે આ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન 10 મી જુનથી શરૂ કરવામાં આવી રહી છે જે સવારે ૧૦:૩૭ કલાકે મુંબઈ તરફ અને સાંજે ૬:૦૧ કલાકે સુરત તરફ જશે આ સયાજીનગરી ટ્રેન શરૂ કરાતા અપડાઉન કરતા મુસાફરોની મુશ્કેલી થોડી હળવી થશે જોકે આ સયાજીનગરી એક્સપ્રેસ માં મુસાફરી કરવા માટે કોરોના ગાઈડલાઈન અનુસાર સોશિયલ ડિસ્ટન્સ સાથે અગાઉથી રિઝર્વેશન ની જે પદ્ધતિ છે તે અમલી રહેશે એટલે લોકોએ રિઝર્વેશન કરાવવું ફરજિયાત રહેશે અને તો જ મુસાફરી કરી શકાશેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here