વેક્સિનનો ઓર્ડર આપનાર હોસ્પિટલ જ ગાયબ

0
54મધ્યપ્રદેશના જબલપુરમાં બનેલી એક વિચિત્ર ઘટના બાદ રાજ્યના આરોગ્ય વિભાગની ઉંઘ ઉડી ગઈ છે. આરોગ્ય વિભાગ અધિકારીઓ જબલપુરમાં છેલ્લાં કેટલાંક દિવસોથી એ હોસ્પિટલની શોધખોળ કરી રહ્યાં છે જેણે સિરમ ઈન્સ્ટિટ્યુટને 10,000 કોરોના વેક્સીનનો ઓર્ડર આપ્યો હતો.

અધિકારીઓનો દાવો છે કે, આ હોસ્પિટલ જબલપુરમાં છે જ નહીં. 25 મેના રોજ સીરમ ઈન્સ્ટિટ્યુટને એમપીની 6 પ્રાઈવેટ હોસ્પિટલો પાસેથી વેક્સિન માટે ઓર્ડર મળ્યો હતો. જેમાં જબલપુરની મેક્સ હેલ્થ કેર નામની હોસ્પિટલ સામેલ હતી. આ હોસ્પિટલ પાસેથી આટલી મોટી સંખ્યામાં ઓર્ડર મળ્યા બાદ હોસ્પિટલની કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા ચેક કરવા માટે આરોગ્ય વિભાગની એક ટીમને જાણકારી મેળવવાનો આદેશ મંત્રાલય તરફથી અપાયો હતો. એ પછી જબલપુરના સબંધિત અધિકારી હોસ્પિટલ ક્યાં છે તે શોધવા નીકળ્યા હતા. જો કે હોસ્પિટલ તો દૂરની વાત છે પણ આ નામનું કોઈ ક્લિનિક પણ જબલપુરમાં મળ્યું ન હોતું.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here