હાલોલ: યાત્રાધામ પાવાગઢનૂ પ્રસિધ્ધ મહાકાલી મંદિરના નીજ દ્વાર 11 જુનના રોજ ખુલશે.

0
40પંચમહાલ. હાલોલ
રિપોર્ટર. કાદિરદાઢી

મહામારી કોરોનાની બીજી ઘાતક લહેરને પગલે ગુજરાતના મોટાભાગના યાત્રાધામો જાહેર જનતાને દર્શનાર્થે બંધ કરી દેવામાં આવ્યા હતા જેમાં પાવાગઢ ખાતે આવેલ 52 શક્તિપીઠોમાનું એક એવું પ્રસિદ્ધ મહાકાળી માતાજીનું મંદિર પણ ગત ચૈત્ર માસથી લઈ 10 મી જૂન સુધી ભાવિક ભક્તોના દર્શનાર્થે બંધ રાખવાનો નિર્ણય શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો હતો જેમાં સમગ્ર ગુજરાત સહિત પંચમહાલ જિલ્લા અને હાલોલ તાલુકા પંથકમાં કોરોના સક્રમનના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતા શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી તા.11 જૂન શુક્રવારના રોજથી મહાકાળી માતાજીનું મંદિરના નિજદ્વાર માઇભક્તો માટે માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં શુક્રવારના રોજ થી સવારના 6 કલાકથી સાંજના 7.30 કલાક સુધી યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરના દ્વાર ભક્તજનો માટે ખોલવામાં આવશે જેમાં સંપૂર્ણ સરકારી ગાઈડલાઈન અંતગર્ટ ફરજીયાત માસ્ક સાથે સોશ્યલ ડિસ્ટન્સ ના પાલન સહિતના નિયમો સાથે ભક્તજનોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે તેવું પણ મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું જેને લઈ સમગ્ર ગુજરાત સહિત દેશભરના શ્રી મહાકાળી માતાજીના ભક્તજનોમાં ખુશીની લહેર દોડી જવા પામી હતી જયારે પાવાગઢ ખાતે છેલ્લા કેટલાક સમયથી ધધા રોજગાર વિના બેસી રહેલા વેપારીઓમાં આનંદ સાથે ખુશી ફેલાઈ જવા પામી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here