માન્યતાઓ અને રીવાજો કરતા આત્માનો અવાજ એજ શ્રેષ્ઠ ધર્મ હોય છે.

0
57
આજ સુધી ઘણુ જોયુ જાણ્યુ અનુભવ્યુ પણ બધા સંબંધો વ્યર્થ ગયા એટલે હવે એ વ્યર્થ ગયુ તેને જીવનમાંથી હંમેશા બાદ કરીને, ભુલી જવુ પ્રતિષ્ઠા સલામત રહે અને આબરુ અડીખમ રહે તો આજે નહી તો કાલે સફળતા ચોકકસ મળે છે.

સુખ સમૃદ્ધિ કરતા ઝંઝાળ વિનાની, ચિંતા વિનાની, સાદગીભરી જીંદગી મળે તો ઝાકઝમાળ કે વાહવાહી નો મોહ ના રાખવો ગઇ કાલની શહેનશાહો મરી ચુકયા. આજના પણ જશે આવતીકાલે નવા આવશે. આપણે મન કર્મ વચન અને ચરિત્ર થી પવિત્ર પ્રમાણિક રહીને નિશ્વિત, આત્મવિશ્વાસ ભરી જીંદગી જીવવી. જેથી કરીને લોભ લાલચ ને બદલે આનંદ જીવન જળવાય રહે.

અનિતી અને પાપથી, છેરતપીંડીથી, છળકપટથી, ચોરીથી, અણહકકની, અપ્રમાણિકતાથી, અપવિત્ર રીતે મેળવેલો એક એક પૈસો છેવટે દુઃખ અને પીડા ઉભી કરે છે અપ્રમાણિકતા, અનિતીથી ગાડી, બંગલા, સતા, સંપતિ, સમૃદ્ધિ ભોગવતા લોકોથી દુર રહો એજ સાચી પ્રમાણિકતા છે ધનવાનની પ્રતિષ્ઠા અને સતા પરના લોકોની સતાથી દુર રહો તો આજીવન સુખી રહેશો આપણે પોતાને જ્યારે પૈસાદાર, શ્રીમત થવાનુ હશે ત્યારે થવાશે સમય સમયનું કામ કરશે પ્રમાણિક અને પવિત્ર સતકર્મ કરતા રહેશો તો બધા કર્મોના ફળરૂપે ભવિષ્યમાં ઉતમ સુખ મળશે

ઘણા સીધા અબજોપતી કે કરોડપતીઓને ત્યાં જન્મે છે. તો લાખો લોકો ઝુપડાઓમાં જન્મે છે એમ ઘણા પ્રકારનુ ભાગ્ય મળે છે.આપણને આપણી ઔકાતથી વધુ સુંદર ભાગ્ય મળ્યુ છે. માન્યતાઓ અને રીવાજો કરતા આત્માનો અવાજ એજ શ્રેષ્ઠ ધર્મ હોય છે. અનીતિ થી મેળવેલ પૈસા માણસાઈ નો નાશ કરે છે થોડા સમય માટે સુખાકારી લાગે છે પણ સમય ની સાથે પતન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here