વઘઇ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મોબાઈલાઈઝેશન ઓફ સોસીયલ કેપિટલ પર તાલીમ યોજાઈ

0
40ડાંગ:- મદન વૈષ્ણવ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વઘઈ (ડાંગ) દ્વારા ભુમિ સુપોષણ અભિયાન અંતર્ગત મોબાઇલાઇઝેશન ઓફ સોસીયલ કેપિટલ પર ઓન કેમ્પસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમની શરૂઆત કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા એવા ડૉ. જી. જી. ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી અને ખેડૂત ભાઈઓને જમીનને સજીવન કરવાની પ્રેરણા આપી હતી.

કેન્દ્રના વિસ્તરણના વૈજ્ઞાનિક જે.બી. ડોબરિયા અને એસ. એન. ચૌધરી દ્વારા જમીનને  રસાયણ મુક્ત કરવા સેન્દ્રિય ખાતર, અળસીયાનું ખાતર, નીમાઅસ્ત્ર, બ્રમ્હાઅસ્ત્ર, અગ્નિઅસ્ત્ર વગેરે ઘરગથ્થું બનાવાતા ખાતર અને દવા બનાવવાની સમજણ અને તેને સંબધીત વિડીયોગ્રાફી બતાવવામાં આવી હતી. ભુમિ સુપોષણ અભિયાન અને પરંપરગત કૃષિ વિકાસ યોજના હેઠળ ડાંગ જિલ્લાને ઓર્ગેનિક જિલ્લો બનાવવા માટે લોકો સમાજિક રીતે ગતિશીલ થાય અને રસાયણ મુક્ત ખેતપેદાશ ઉત્પાદન કરે તે માટે વર્મિ કમ્પોસ્ટ પોટાશ મોબિલાઇઝેશન બેક્ટેરિયા, ફોસ્ફરસ સોલ્યુબરાઇઝેશન બેક્ટેરિયા, એઝોસ્પાઈરીલીયમ અને નોવેલ પ્લસ જેવી સેન્દ્રિય ઉત્પાદક સામગ્રી આપવામાં આવી હતી. આ તાલીમમાં વિસ્તરણના વૈજ્ઞાનીક જે. બી. ડોબરીયા દ્વારા ખેડૂતભાઇઓને પોતાની પાસે રહેલા સાધન-સામગ્રીને રી-પ્રોસેસિંગ કરી તેનો મહત્તમ લાભ ઉઠાવી ખેતીમાંથી ખર્ચ ઓછો કરવા તથા ઘરગથ્થુ ખેતી ઉપચાર બનાવી તેનો ઉપયોગ કરવા આગ્રહ કર્યો હતો અને ખેતીને લગતી કોઇપણ સમસ્યાની માહિતી લેવા કે.વી.કે. વઘઇ (ડાંગ) ની મુલાકાત કરવા અનુરોધ કર્યો હતો.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here