ઉચેલ ગામની પ્રાથમિક શાળાની ઓલ ઈન્ડિયા મેમન જમાત ફેડરેશન દ્વારા સમારકામ કરાયા બાદ શાળા ફરી શરૂ કરવામાં આવી

0
22
જણાવી દઈએ કે મહારાષ્ટ્ર ના મુંબઈ નજદીક રાયગઢ જિલ્લાના રોહા તાલુકાના ઉચેલ ગામમાં દોઢ વર્ષ પહેલા ચક્રવાત વાવાઝોડાને કારણે ઉચેલ ગામની પ્રાથમિક શાળાને ભારે નુકસાન થયું હતું, જેના કારણે શાળાની છત અને દિવાલને ભારે હાલાકી વેઠવી પડી હતી. જેના કારણે શાળામાં અભ્યાસનું કામ અટકી ગયું હતું, 40 થી 50 બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે, ગ્રામજનોએ પણ આ માટે ઉચ્ચ અધિકારીઓને અપીલ કરી હતી, પરંતુ કયાંય થી મદદ મળી ન હતી.

છેલ્લા દોઢ વર્ષથી શાળા બંધ છે અને દોઢ વર્ષ. કોશિશ કરી રહ્યા હતા છેવટે, ગ્રામજનોએ ઓલ ઈન્ડિયા મેમન જમાત ફેડરેશનને કહ્યું હતું કે, શાળાને સમારકામ કરવામાં ઓલ ઈન્ડિયા મેમન જમાત ફેડરેશન તેમને મદદ કરે અને શાળા ને રિપેરિંગ કરવામાં આવે. નહીંતર આવતા મહિને થી વરસાદ શરૂ થઈ જવાથી શાળા ની હાલત વધુ જર્જરિત થઈ જશે. ઓલ ઈન્ડિયા મેમન જમાત ફેડરેશન દ્વારા સર્વે કરાયા બાદ, આજે 6 જૂન 2021 ના ​​રોજ અબ્દુલ કરીમ મોતીવાલા અને ગામના સરપંચ, ની હાજરી માં ઓલ ઈન્ડિયા મેમન જમાત ફેડરેશનની મુંબઈની ટીમ અને ગામના લોકોની હાજરીમાં શાળાના સમારકામ પછી થી શાળા ફરી શરૂ કરવામાં આવી હતી.

અબ્દુલ અઝીઝ ભાઈ સાંઢા એ કુરાન શરીફના પાઠ સાથે કાર્યક્રમની શરૂઆત કરી, બાદમાં શાળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું, અંતે ગ્રામજનોએ આવેલા તમામ મહેમાનોને શાલ અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા, અને આભાર વ્યક્ત કરાયો હતો.

આ પ્રસંગે ઓલ ઈન્ડિયા મેમન જમાત ફેડરેશનના પ્રમુખ ઈકબાલ મેમન ઓફીસર, સેક્રેટરી અબ્દુલ અઝીઝ ભાઈ મચ્છીવાલા, મહિલા વિંગના અધ્યક્ષ રઝિયા બાઈ ચશ્માવાલા, અબ્દુલ કરીમ મોતીવાલા, મોહમ્મદ સલીમ નાગાણી, આસિફ મેમન ઓફીસર, અને અન્ય ઘણા મેમન મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને શાળા નું સફળતા પૂર્વક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ઓલ ઈન્ડિયા મેમન જમાત ફેડરેશન ની ટીમ અને રોહા ના રહેવાસી ઉસ્માન કાગદી એ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમ ને સફળ બનાવવા માં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here