સરદારગઢ આરોગ્ય સ્ટાફ દ્વારા રસીકરણ કાર્યક્રમ યોજાયો

0
34પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરદારગઢ ના મેડીકલ ઓફીસર કુ.ડો.ભાવીશાબેન પરમાર તથા આરોગ્ય સ્ટાફ દ્વારા કોરોના ની પ્રથમ અને બીજી લહેર દરમિયાન એપ્રીલ 2021  માસમાં OPD દર્દી 2788 તથા ઈન્ડોર 80 દર્દી ને તેમજ મે 2021 માસમાં OPD દર્દી 2985  અને ઈન્ડોર દર્દી 138 ને કોરોના ના ભય વગર સારવાર આપી.

તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરદારગઢ નો 50% સ્ટાફ સંકૄમીત હોવા છતાં PHC ની તમામ કામગીરી જાહેર રજા તથા રવિવાર ની રજા જતી કરી કામગીરી બજાવી તથા સરદારગઢ  તથા આજુબાજુના ગામડાંઓમાંથી પણ દર્દી ઓ સારવાર લેવા માટે સરદારગઢ PHC ખાતે આવતા હતા.

ડો.ભાવીશાબેન પરમાર તથા સમગ્ર સ્ટાફ ના સરળ સ્વભાવ દર્દી  પ્રત્યેની સહાનુભૂતિ થી સારવાર આપવામાં આવેલ કોરોના ની કામગીરી ને તમામ ગ્રામજનો દ્વારાબીરદાવેલ છે તથા સરદારગઢ ના સરપંચ  તથા ગ્રામ પંચાયત દ્વારા આરોગ્ય સ્ટાફને પુરતો સાથ સહકાર અને સુવિધા આપવામાં આપેલ  રસીકરણ કાર્યક્રમ દ્વારા ગામના 85% લોકો ને કોરોના ની રસી આપી કોરોના થી સંકૄમીત થતા અટકાવેલ છે

તસ્વીર – અહેવાલ – દિપક રાજા – માણાવદરLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here