જેતપુરનાં આશાસ્પદ યુવાનનાં મોત પાછળ જવાબદાર કોણ? અધુરો ઓક્સિજનનો સિલીન્ડર લગાવનાર ડોક્ટર, ભંગાર હાલતની રસ્તામાં ખોટકાઈ જતી એમ્બ્યુલન્સ રાખનાર અઘિક્ષક કે પછી નસીબ

0
42
જેતપુરનાં આશાસ્પદ યુવાનનાં મોત પાછળ જવાબદાર કોણ? અધુરો ઓક્સિજનનો સિલીન્ડર લગાવનાર ડોક્ટર, ભંગાર હાલતની રસ્તામાં ખોટકાઈ જતી એમ્બ્યુલન્સ રાખનાર અઘિક્ષક કે પછી નસીબ

:- જેતપુરમાં વીજ શોક લાગવાથી આગાહી પરથી પકટાયેલ યુવાનને સારવાર માટે જૂનાગઢ લઈ જતી વેળાએ પેલાં એમ્બ્યુલન્સ ખોટકાઈ અને વીસેક મીનીટ બાદ બીજી એમ્બ્યુલન્સ આવતાં ઓક્સિજનનો બાટલો પુરો થઈ ગયો. જેથી સારવાર મળે તે પહેલાં જ યુવાનનું મોત થતાં યુવાનનાં મોત માટે જવાબદાર કોણ?

શહેરનાં ધોરાજી રોડ પર નગરપાલિકાની કચેરીની બાજુમાં જ રહેતાં અને શહેરની એચડીએફસી બેન્કનાં લોન વિભાગમાં નોકરી કરતો બિરેન જીતેન્દ્રભાઈ જયસ્વાલ ઉ.વ.૨૬ વાળો ગત રાત્રે તેની અગાસી પર હતો. ત્યારે અગાસીની બાજુમાંથી પસાર થતી ૧૧ કેવીની વિજ લાઈનમાં બિરેન નાં હાથમાં રહેલ લોખંડ નો પાઈપ અકસ્માતે અડી ગયો. હાઈવોલ્ટેજ ની વિજ લાઈનના સંપર્કમાં આવતાં જ બિરેન અગાસી પરથી નીચે જમીન પર પટકાયો. ધડામ જેવો અવાજ આવતાં જ પરીવારજનો તરત જ ઘરની બહાર નીકળીને જોતાં બિરેન પડ્યો હતો. જેથી તરત જ તેને તેનાં ઘરથી બે મીનીટના અંતરે આવેલ સરકારી હોસ્પિટલે લઈ જતાં ફરજ પરનાં તબીબ દ્વારા પ્રાથમિક સારવાર આપી ઓક્સિજન લગાવી વધુ સારવાર માટે સરકારી હોસ્પીટલની એમ્બ્યુલન્સ મારફત જૂનાગઢ રીફર કર્યો.

તાત્કાલિક સારવાર માટે લઈ જતી એમ્બ્યુલન્સ હજુ જેતપુરની બહાર નીકળી જેતલસર ચોકડી પાસે પહોંચતાં જ ખોટકાઈ ગઈ. જેથી બિરેન સાથે રહેલ તેમનાં પિતરાઈ ભાઈ કેવિને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સને બોલાવી હતી. જે એમ્બ્યુલન્સ આવી પહોંચતાં ઈજાગ્રસ્ત બિરેન ને એક એમ્બ્યુલન્સમાંથી બીજી એમ્બ્યુલન્સમા ફેરવવામાં આવ્યો. પરંતુ આવેલ બીજી એમ્બ્યુલન્સમા પણ ઓક્સિજનની સુવિધા ન હોવાથી સરકારી હોસ્પિટલથી આપેલ સીલિન્ડર ફરીથી લગાડવામાં આવ્યું પરંતુ તેમાં કોઈ રીતે ઓક્સિજન જ આવતું ન હતું. ઘણી મહેનત બાદ ખબર પડી કે સીલિન્ડરમાં ઓક્સિજન જ ન નથી. પરંતુ સરકારી હોસ્પીટલથી ફરજ પરનાં ડોકટરે ઓક્સિજન ચડાવતી વખતે કેવિનને જણાવેલ કે જૂનાગઢ સુધી આરામથી પહોંચી જશો. પરંતુ હજુ તો જેતપુરની બહાર નીકળીતા જ ઓક્સિજનનો સીલિન્ડર ખાલી થઈ ગયો.
બીજી બાજુ ગંભીર ઈજાગ્રસ્ત બિરેન ને ઓક્સિજનની જરૂર સાથે તાત્કાલિક સારવાર માટે હોસ્પીટલે પહોંચાડવાની જરૂર હોવાથી તેને ઓક્સિજન વગર જ એમ્બ્યુલન્સમા જૂનાગઢ લઈ જવામાં આવ્યો. જૂનાગઢ હોસ્પિટલે પહોંચતાં ત્યાં તાત્કાલિક સારવાર વિભાગમાં ડોકટરે તપાસીને કેવિનને જણાવેલ કે, જો પંદરેક મીનીટ પહેલાં લાવ્યા હોત તો સારવાર કારગત નિવડેત પરંતુ હવે મોડું થઈ ગયું તેમ કહી બિરેન ને મૃત જાહેર કર્યો હતો.
પિતા વગરનો બિરેન તેમની માતાનો એક માત્ર સહારો હતો. હજુ એક વર્ષ પૂર્વે જ પરણેલ બિરેનની પત્ની પર પતિનાં આકસ્મીક મોતથી આભ ફાટી પડ્યું. અને બે પરણિત બહેનોનો એક નો એક રાખડી બંધ ભાઈ છીનવાઈ ગયો‌. આ બનાવમાં બિરેન નાં મોત પાછળ જવાબદાર કોણ? જેતપુર સરકારી હોસ્પીટલ કે જે એ ગ્રેડની હોવા છતાંય મામુલી ઈજામાં પણ ઈજાગ્રસ્તને રીફર જ કરી આપે છે તે કે, પછી ખરાબ હાલતની અધવચ્ચે ખોટકાઈ જતી ભંગાર હાલતની એમ્બ્યુલન્સ રાખવાં બદલ અધિક્ષકનો કે પછી પૂરો થવાની આરે વાળો ઓક્સિજનનો સીલિન્ડર આખો ભરેલો છે તેમ કહીને સીલિન્ડર લગાડનાર ડોક્ટર?ફોટો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here