બિરસા મુંડાની ૧૨૧ મી પુણ્યતિથિ નિમિત્તે યુથ કોંગ્રેસ દ્વારા રાજપારડી ગામે માસ્ક વિતરણ

0
34બિરસા મુંડાની ૧૨૧ મી પુણ્યતિથિ નિમિત્તે યુથ કોંગ્રેસ દ્વારા રાજપારડી ગામે માસ્ક વિતરણ

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે આદિવાસી નેતા બિરસા મુંડાની ૧૨૧ મી પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જીલ્લા યુથ કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા માસ્ક અને સેનેટાઇઝર વિતરણ કરવામાં આવ્યુ.આ પ્રસંગે યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ધનરાજ વસાવાએ બિરસા મુંડાની તસ્વીર ઉપર હાર પહેરાવીને તેમને શ્રધ્ધાજંલી અર્પી હતી.ઉપરાંત રાજપારડી ગામમાં માસ્ક અને સૅનેટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જીલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ધનરાજ વસાવા અને અન્ય કાર્યકરો મયુદ્દીન સોલંકી,વીરપાલ સિંહ અટોદરીયા વિ.એ સાથે રહીને રાજપારડી ચાર રસ્તા પાસે આવતા જતા લોકોને સૅનેટાઇઝર અને માસ્કનું વિતરણ કરીને તેનું મહત્વ સમજાવ્યુ હતુ.બિરસા મુંડા જર્મન મિશન સ્કૂલમાં ભણ્યા હતા અને સમાજને જાગૃત કરવા તેમણે ભગીરથ પ્રયાસો કર્યા હતાં. બિરસા મુંડા આઝાદીની લડાઇમાં પણ જોડાયા હતા,અને તે દરમિયાન બે વર્ષ જેલવાસ પણ ભોગવ્યો હતો.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here