તિલકવાડા માં નિઃસહાય મહિલાની મદદે પોહોંચી અભયમ મહિલા હેલ્પલાઇન ૧૮૧ ટિમ

0
49તિલકવાડા માં નિઃસહાય મહિલાની મદદે પોહોંચી અભયમ મહિલા હેલ્પલાઇન ૧૮૧

તિલકવાડા : વસીમ મેમણ

અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન ટિમ ખાસ કરીને પીડિત અને નિઃસહાય મહિલાઓ ના ઉત્થાન તેમજ તેમની સહાય માટે કામ કરી રહ્યું છે તિલકવાડા ગામમાં એકલવાયું ભટકતું જીવન ગુજરાતી મહિલા ની મદદે ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટિમ પોહોંચી હતી

તિલકવાડા નગરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી એક લાચાર મજબૂર ગર્ભવતી મહિલા ફરતી જોવા મળી હતી આ મહિલાને સેવાભાવી લોકો દ્વારા જમવાનું પણ પૂરું પાડવામાં આવતુ અજાણ્યા ઇસમે આ મહિલાની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરીને માહિતી આપતા અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ ઉપર ફરજ પરના અધિકારી તાત્કાલિક તિલકવાડા નગરમાં પહોંચીને મહિલાની શોધખોળ કરી મહિલા સાથે કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે મહિલા ને કોઈ ટેમ્પોમાં બેસાડી ગામ માં મૂકી ગયો હતો આ મહિલા હિન્દી ભાષા બોલે છે તે સિવાય વધુ માહિતી મેળવવાની કોશિશ કરી પરંતુ મહિલા માનસિક બીમાર જણાતી હોવાથી સરખો જવાબ નહિ આપતી હોવાથી કોઈ પણ પ્રકારની માહિતી આપી ન હતી નિઃસહાય મહિલાને વધુ સહાય માટે રાજપીપલા સખી વન્સ્ટોપ સેટર ખાતે સોંપવામાં આવી છે મહિલાની મદદ કરી ફરી અભયમ ટીમે માનવતા મહેકાવી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here