ભાજપ કાર્યકર વિશાલ પાટીલે દુષ્કર્મ આચર્યું હોવાનો કિશોરીનો આક્ષેપ

0
53સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ગાંધી કુટિર સોસાયટીમાં રહેતા વિશાલ ઉર્ફે ભૂષણ પાટીલનું વધુ એક કરતૂત બહાર આવી છે. તેની જ સોસાયટીમાં રહેતી કિશોરીએ તેના ઉપર દુષ્કર્મ કરાયાનો આક્ષેપ કર્યો છે. વિશાલ પાટીલે પીડિત કિશોરી સાથે મોબાઈલ ઉપર સંપર્ક કરીને ધીરે ધીરે તેને પ્રેમજાળમાં ફસાવી હતી ત્યારબાદ તેના કેટલાક ફોટા અને વીડિયો થકી બ્લેકમેઈલ કરીને શારીરિક શોષણ કરતો હોવાનો કિશોરીએ આક્ષેપ કર્યો છે.

ભોગ બનનાર કિશોરીએ ઉધના પોલીસ દ્વારા તેમના કહેવા મુજબ ફરિયાદ નોંધી ન હોવાની વાત કરી હતી. આરોપીએ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું વારંવાર કહેવા છતાં પોલીસે તે પ્રકારની ફરિયાદ લીધી ન હતી. જેને લઈને આજે ભોગ બનનાર કિશોરીના અને તેના પિતા પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here